બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / whatsapp users can now select contacts who can not add them in groups new feature spotted

ટેક્નોલોજી / Whatsapp ગ્રુપમાં એડ નહીં કરી શકે સિલેક્ટેડ કૉન્ટેક્ટ્સ, યૂઝર્સને મળશે વિકલ્પ

Published By: Krupa

Last Updated: 04:25 PM, 22 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેસેજિંગ પ્લેટફૉર્મ Whatsapp પર યૂઝર્સને એક અપડેટ મળી છે, જે એ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ બંને માટે ગ્રુપ પ્રાઇવસી સેટિંગ્સ રોલઆઉટ કરવામાં આવ્યું છે. હવે યૂઝર્સ એ કૉન્ટેક્ટ્સને સિલેક્ટ કરી શકશે. જેમના દ્વારા એ કોઇ ગ્રુપમાં એડ થવા ઇચ્છતા નથી.

Whatsapp ફૉર iOS 2.19.110.20 અને Whatsapp ફૉર એન્ડ્રોઇડ બીટા 2.19.298માં ગ્રુપ્સથી જોડાયેલી નવી પ્રાઇવેસલી સેટિંગ્સ સામે આવી છે. Whatsapp યૂઝર્સ હવે સિલેક્ટ કરી શકશે કે એમને ગ્રુપમાં કોન એડ કરી શકે છે. 

યૂઝર્સને ગ્રુપમાં એડ કરવાથી જોડાયેવી પરમિશન વાળા ત્રણ વિકલ્પ મળે છે. Everyone, My Contacts અને My Contacts Except. એવામાં ગ્રુપ એડમિન્સ જો યૂઝરને સીધા એડ ના કરી શકે તો એમને ઇનવાયટ મોકલવાનો વિકલ્પ મળશે. આ ઇનવાઇટને એક્સેપ્ટ કરવા પર જ યૂઝર કોઇ ગ્રુપનો ભાૉગ બની શકશે. જણાવી દઇએ કે આ ફીચર અત્યાર સુધી Whatsapp બીટા ફૉર એન્ડ્રોઇડ પર દેખાઇ રહ્યું નહતું અને હવે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પણ એને ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. 

આવી રીતે બદલી શકશો સેટિંગ્સ 
મેસેજિંગ એપ પર મળતા નવા ગ્રુપ ઇનવિટેશન ફીટર માટે Whatsappના એન્ડ્રોઇડ ક્લાયન્ટમાં જવું પડશે. હવે સેટિંગ્સ>અકાઉન્ટ>પ્રાઇવેસી> ગ્રુપ્સમાં જઇને એમાં ફેરફારનો વિકલ્પ મળશે. આ ગ્રુપ સબ સેક્શનમાં યૂઝર્સને ત્રણ ઇનવિટેશન કંટ્રોલ ઑપ્શન Everyone, My Contacts અને My Contacts Except મળશે. આ પ્રકારે નવા ફીચરમાં યૂઝર્સ ખુદ નક્કી કરી શકશે કે એ કોઇ ગ્રુપમાં એડ થવા ઇચ્છે છે કે નહીં. 

જલ્દીથી મળશે સ્ટેબલ અપડેટ
પ્રાઇવેસી સેટિંગ Everyone હોવા પર કોઇ પણ કૉન્ટેક્ટ યૂઝરને ગ્રુપમાં એડ કરી શકશો. આ રીતે My Contacts સેટ થવા પર એ યૂઝરને કોઇ ગ્રુપમાં એડ કરી શકશે જે એની કૉન્ટેક્ટ લિસ્ટમાં હશે. My Contacts Except સેટિંગ પર સિલેક્ટ કરવામાં આવેલા કૉન્ટેક્ટ્સ યૂઝરને સીધા ગ્રુપમાં એડ કરી શકશે નહીં, પરંતુ ઇનવાયટ મોકલી શકશે. Whatsapp iOS બાદ એન્ડ્રોઇડમાં પણ આ વિકસ્પને ટેસ્ટ કરી રહ્યું છે, એવામાં બગ્સ ફિક્સ કર્યા બાદ સ્ટેબલ અપડેટમાં તમામ યૂઝર્સ માટે એને રોલઆઉટ કરવામાં આવી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Technology WhatsApp iOS એન્ડ્રોઇડ વોટ્સએપ Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ