બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતની અને યુરોપની પ્રાઈવસી પોલિસી અલગ અલગ
દિલ્હી હાઇ કોર્ટે WHATSAPP ને સવાલ કર્યો છે કે તમારા પર આરોપ છે કે તમારી પ્રાઈવેસી પોલિસી યુરોપ માટે અલગ અને ભારત માટે અલગ છે. આ સવાલ તમને પૂછવામાં આવી રહ્યો છે અને શું ક્યારેય આ સવાલનો જવાબ આપ્યો છે ખરી? આ અરજીમાં ક્યાંય પણ એ વાત કહેવામાં નથી આવી કે આ ફરક કેમ છે, શું ક્યારેય એવું કહ્યું છે કે આ બંનેમાં અંતર છે કે નહીં?
ADVERTISEMENT
જો નીતિ માનવામાં નહીં આવે તો ભારતમાં કામ નહીં કરીએ
સિનિયર વકીલ હરીશજીએ WHATSAPP તરફથી કહ્યું કે, આનો જવાબ જેનરિક છે. પહેલા સંસદને પર્સનલ પ્રોટેક્શનનું બિલ પસાર કરવા દો. જો તે અમારી નીતિ સાથે આગળ વધવાનું કહેશે તો અમે ભારતમાં કામ કરીશું નહીં તો અમે કામ બંધ કરી દઇશું,. પણ હજી સુધી સંસદમાં કોઈ પણ પ્રકારનો કાયદો નથી બન્યો તો શા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે?
ADVERTISEMENT
ભારતમાં કરોડો યુઝર્સ છે
વધુમાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં અમે કોઈ પણ યુઝર્સ સાથે પોલિસી મંજૂર કરવા માટે કોઈ પણ દબાણ કરવામાં નથી આવી રહ્યું. યુઝર્સ પોલિસી મંજૂર કરે કે ના કરે તો પણ વ્હોટ્સઅપ એપ ચાલું રહે છે. દેશ અને દુનિયામાં WHATSAAP સૌથી વધુ લોકપ્રિય અને ઇન્ટરેસ્ટિંગ મેસેજિંગ એપ્લિકેશન છે. જેના માત્ર ભારતમાં જ કરોડો યુઝર્સ છે. WHATSAPP દ્વારા સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલ નવા નિયમ વિરુદ્ધ એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજીમાં WHATSAPP દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી કે નવા નિયમો લાગુ કરવામાં ન આવે. આ પ્રકારે ફેસબુક પ્રાઈવસી પોલિસી બદલવા માટે દબાણ કરવામાં આવશે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.