બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / whatsapp-may-be-in-trouble

NULL / બંધ થઇ જશે WhatsApp જાણો શું છે કારણ

vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

WhatsApp એક એવી મેસેજિંગ એપ્લિકેશન જેને દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ WhatApp પર એક મુશ્કેલી આવી છે અને તે મુશ્કેલીનું નામ છે બ્લેકબેરી.. બ્લેકબેરી ફરી એક વખત ચર્ચામાં છે પરંતુ પોતાના કોઇ સ્માર્ટફોન કે ટેક્નોલોજીના કારણે નહીં પરંતુ ફેસબુક પર કરેલા કેસને કારણે.. જી હા બ્લેકબેરી ફેસબુક વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર કેસ કરવા બાબતે ચર્ચામાં છે. બ્લેકબેરીનું કહેવું છે કે સોશ્યલ મીડિયા દિગ્ગજ પોતાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન માટે બ્લેકબેરીની ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. 

વર્ષ 2000માં બ્લેકબેરીની મેસેન્જર એપ્લિકેશન બ્લેકબેરી મેસેન્જર ખૂબ જ પોપ્યુલર હતી. કંપનીનો દાવો છે કે ફેસબુક ઈન્સ્ટગ્રામ તેમજ વ્હોટ્સએપ એ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે જે બ્લેકબેરીએ શરુઆતમાં વિકસાવી હતી. કંપનીએ કહ્યું છે કે ફેસબુક અમારી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ કરી રહ્યું છે અને લાંબી વાતચીત બાદ અમે તેની સામે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કર્યું છે.

બ્લેકબેરી ઇચ્છે છે કે ''ફેસબુક પોતાના પ્રાઇમરી એપ્લિકેશન બંધ કરી દે.'' એટલું જ નહી કંપનીનું તેમ પણ કહેવું છે કે '' ફેસબુક મેસેન્જર વર્કપ્લેસ ચેટ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને બંધ કરી દેવામાં આવે.'' 

બ્લેકબેરીએ પોતાને આનાથી કેટલું નુક્સાન થયું છે તેનો કોઈ આંકડો નથી આપ્યો પરંતુ એમ મનાઈ રહ્યું છે કે જો આ દાવો બ્લેકબેરી જીતી જાય તો ફેસબુક અને વ્હોટ્સએપને મોટી ચૂકવણી કરવી પડે.

બ્લેકબેરી અનુસાર ફેસબુકના ઘણા ફિચર્સ ચોરી કર્યા છે જેમાં ઇનબોક્સમાં મલ્ટીપલ ઇનકમિંગ મેસેજ બતાવવા અનરીડ મેસેજનું ઈન્ડિકેટર ટોપમાં બતાવવું ફોટો ટેગ અને દરેક મેસેજની બાજુમાં દેખાતો ટાઈમ.. આ તમામ ફીચર્સ બ્લેકબેરી મેસેન્જરના હતા જેની ફેસબુક વ્હોટ્સએપે બેઠી કોપી કરી છે.

ફેસબુકના ડેપ્યુટી જનરલ કાઉન્સિલ પૉલ ગ્રેવાલના બ્લેકબેરીના આરોપો પર કહ્યુ કે બ્લેકબેરીના મેસેજિંગ બિઝનેસની જે સ્થિતિ છે તે દર્શાવે છે. બ્લેકબેરીએ તેમાં ઘણા સમયથી લેટેસ્ટ અપડેટ્સ આપવાનું બંધ કરી દીધું છે અને તે બીજાના સંશોધનોમાંથી આર્થિક લાભ મેળવવા પ્રયાસ કરી રહી છે.

ફેસબુક બ્લેકબેરીને સામી લડત આપવા માટે તૈયાર છે. તેવામાં હવે આ બંને કંપનીઓ વચ્ચે મોટી કાયદાકીય લડાઈ થશે તે નક્કી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ