ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / whatsapp may add multi device support soon

ન્યૂ ફીચર / Whatsappમાં આવી રહ્યું છે એ ફીચર જેની લોકો ઘણા સમયથી જોઇ રહ્યા છે રાહ

Published By: Krupa

Last Updated: 02:41 PM, 30 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Whatsapp મલ્ટી ડિવાઇસ સપોર્ટ, એક એવું ફીચર છે જેની વોટ્સએપ યૂઝર્સ રાહ જોઇ રહ્યા છે. આ ફીચર આવ્યા બાદ આ પણ ફેસબુકની જેમ એક સાથે એકથી વધારે ડિવાઇસમાં એક સાથે કામ કરશે.

ADVERTISEMENT

  • Whatsappમાં આપવામાં આવી શકે છે મલ્ટી ડિવાઇસ સપોર્ટ
  • ફેસબુકની જેમ એક સાથે એકથી વધારે સ્માર્ટફોન્સમાં ચાલી શકશે

Whatsappની સાથે ઘણા લિમિટેશન્સ છે. જેવી રીતે તમે અહીંયા ફેસબુકની જેમ અકાઉન્ટ બનાવી શકો છો. એક અકાઉન્ટને એક વખત પર માત્ર એક જ ડિવાઇસમાં ઉપયોગ કરી શકો છો. ઘણી વખત એવું થાય છે કે તમે બે સ્માર્ટફોનનો ઉપયોગહ કરો છો, અથવા એક સ્માર્ટફોન અને બીજા ટેબ યૂઝ કરો છો. આ સ્થિતિમાં તમને Whatsapp માટે પ્રાઇમરી ફોનનો સહારો લેવાનો હોય છે. 

થોડાક સમય પહેલા એક રિપોર્ટ આવ્યો હતો કે Whatsappમાં મલ્ટી ડિવાઇસ સપોર્ટ આપવામાં આવશે. આ રિપોર્ટમાં નવા ડેવલેપમેન્ટ માટે હવે જાણી લો. Whatsppથી જોડાયેલ ફીચર્સનો ટ્રેક WABetainfoનો એક નવા રિપોર્ટ પ્રમાણે Whatsapp એક નવું ફીચર ડેવલોપ કરી રહ્યું છે. 

રિપોર્ટ પ્રમાણે Whatsappના આ નવા ફીચરમાં એક Whatsapp અકાઉન્ટમાં એકથી વધારે ડિવાઇસ એડ કરવાનો વિકલ્પ હશે. આટલું જ નહીં એક સાથે અલગ અલગ સ્માર્ટફોન પર એક વૉટ્સએપ અકાઉન્ટ ચલાવી શકાશે. જો કે એનાથી પ્રાઇવેસી પર કોઇ અસર પડશે નહીં, કારણ કે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચર છતા પણ ચેટ્સ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. હાલ Whatsapp ની તરફથી આ માટે કંઇ પણ સત્તાવારા કરવામાં આવ્યું નથી. જો કે એ લગભગ નક્કી થઇ ગયું છે કે Whatsapp iPad માટે એક ખાસ વર્ઝન તૈયાર કરી રહી છે. WABetainfoના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે મલ્ટી ડિવાઇસ ફીચર હેઠળ એક સાથે iPhone અને iPadમાં Whatsapp એક અકાઉન્ટથી ચલાવી શકાશે, પરંતુ આ ફીચર ત્યારે જ આવશે જ્યારે Whatsappનું iPad વર્ઝન તૈયાર હશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Multi Device Technology WhatsApp facebook ફેસબુક વોટ્સએપ New Feature

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ