ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:17 PM, 18 July 2024
ADVERTISEMENT
અત્યારે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ પોતાનો ફેલાવો વધારી રહ્યો છે. દુખ સાથે એ કહેવું પડે કે આ વાયરસની ઝપેટમાં મોટેભાગે બાળકો આવી રહ્યા છે. જ્યારે આ વાયરસ બાળકો માટે જ કાળ બનીને આવી રહ્યો હોય ત્યારે તેના વિશે ગંભીરતાથી વિચાર કરવો જરૂરી બને છે. અત્યારે ચારેબાજુ એક જ ચર્ચા છે કે ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાયથી ફેલાય છે. હવે આપણા માટે એ જાણવું જરૂરી છે કે સેન્ડ ફ્લાય ખરેખર શું છે જેના કરડવાથી આ વાયરસ બાળકોમાં ફેલાય છે
ADVERTISEMENT
સેન્ડ ફ્લાયની પ્રાથમિક સમજ સૌથી પહેલા મેળવીએ અને પછી આપણે તેની ઉત્પતિ વિશે જાણીએ.
નરી આંખે દેખાતી માખી કરતા ચાર ગણી નાની હોય છે સેન્ડ ફ્લાય
ADVERTISEMENT
સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુ કાચી કે પાકી દિવાલ હોય અને જ્યાં ભેજવાળુ વાતાવરણ હોય ત્યાં જોવા મળે છે. કાચી-પાકી દિવાલમાં તિરાડ કે છિદ્ર હોય ત્યાં સેન્ડ ફ્લાય રહે છે. નરી આંખે આપણને જે માખી દેખાય છે તેના કરતા સેન્ડ ફ્લાય ચાર ગણી નાની હોય છે.
સેન્ડ ફ્લાય કેવી રીતે જન્મ લે છે ?
ADVERTISEMENT
હવે આપણે એ પણ સમજીએ કે સેન્ડ ફ્લાય કેવી રીતે જન્મ લે છે. સેન્ડ ફ્લાયની ઉત્પતિ માટે ભેજવાળું વાતાવરણ જરૂરી છે તે તો આપણે જાણ્યું ત્યારે તેની ઉત્પતિ માટે ગીચ ઝાડી વાળો વિસ્તાર હોવો જરૂરી છે. નર અને માદા માખી ગીચ ઝાડીમાં વિકસે છે. સેન્ડ ફ્લાય સવાર-સાંજ સક્રિય રહી શકે છે. દરેક માદા સરેરાશ 30 થી 70 ઈંડા મુકે છે. જો કે તેની આવરદાનો ગાળો અસ્પષ્ટ છે. કારણ કે ઘણા ઈંડા પ્રતિકૂળ વાતાવરણમાં નાશ પામે છે. જે ઈંડા ટકી રહે છે તેના સેવનનું કામ 20 દિવસ સુધી ચાલે છે. આ તબક્કો અવિક્સિત તબક્કો કહેવાય છે. લગભગ એક મહિનાનો સમય વીતે પછી ખોરાક તરીકે વનસ્પતિ લેવાનું શરૂ થાય છે. શિયાળાની સિઝન આવે ત્યાં સુધીમાં ઘણા ઈંડા નાશ પામતા હોય છે. આદર્શ રીતે જોઈએ તો એક અઠવાડિયાથી 13 દિવસની અંદર ઈંડા સંપૂર્ણપણે વિકસી જાય છે.
ADVERTISEMENT
ગ્રામ્ય વિસ્તારમાં ચાંદીપુરા વાયરસ ફેલાવવાનું એક કારણ એ પણ છે કે આપણા ગ્રામ્ય જીવનમાં મોટેભાગે ગાર-લીંપણવાળા ઘર વધુ હોય છે એટલે સેન્ડ ફ્લાયને ફાવતું જડે છે અને ભેજવાળું વાતાવરણ પણ મળે છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT