બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What is the rules of changing torn currency from bank

કામની વાત / બૅંક જો ફાટેલી નોટ બદલવાની ના પાડે તો RBI કરી શકે છે આ મોટી કાર્યવાહી, જાણી લો નિયમ

Last Updated: 10:13 AM, 8 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIના રુલ્સ પ્રમાણે ફાટેલી નોટોને રિપ્લેસ કરવાથી કોઇ ઇન્કાર ન કરી શકે. જો કોઇ આ નોટને રિપ્લેસ કરવાની ના પાડે છે તો કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

 

નોટ બદલવાની ના પાડે તો શું?
રિઝર્વ બેન્ક ફાટેલી નોટને બદલવા માટે કેટલાક નિયમો બહાર પાડ્યા છે. દેશમાં કોઇ પણ બેન્ક ફાટેલી નોટો બદલવાની ના ન પાડી શકે. નોટ જેટલી ખરાબ હાલતમાં હશે તેટલી તેની કિંમત ઓછી થઇ જશે. 

શું કહે છે નિયમ?
જો તમારી પાસે 5,10,20,50 જેવા નાના મૂલ્યોની ફાટેલી નોટ છે તો તેનો ઓછામાં ઓછો 50% જેટલો હિસ્સો હોવો જરૂરી છે. આવું હશે તો જ તમને સંપૂર્ણ મૂલ્ય મળશે. જો 50 ટકા કરતાં ઓછી નોટ હશે તો તમને કંઇ પણ નહી મળે. જો તમારી પાસે 20થી વધારે ફાટેલી નોટો છે અથવા તેનું મૂલ્ય 5000 રૂપિયાથી વધારે છે તો ટ્રાંજેક્શન ફીસ પણ આપવાની રહેશે. 

જ્યારે નોટની હાલત એટલી ખરાબ થઇ જાય છે કે નોટ બજારમાં ચાલતી નથી. આવી નોટોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ચલણમાંથી બહાર કરી નાખે છે અથવા પાછી લઇ લે છે.

ફાટેલી નોટોના કરવામાં આવે છે ટુકડા

બજારમાં ના ચાલતી નોટોનું શું થાય છે તે અંગે જાણવાની દરેક લોકોને જિજ્ઞાસા હોય છે. આવો, જાણીએ કે આ ફાટેલી નોટોનું આરબીઆઈ શું કરે છે. દરેક નોટોનું એક આયુષ્ય હોય છે. જેનો અંદાજ આરબીઆઈ નોટની પ્રિન્ટિંગ વખતે લગાવી લે છે. નોટનું આયુષ્ય પૂર્ણ થયા બાદ આરબીઆઈ તેને પાછી લઇ લે છે. જેને બેંકો દ્વારા ભેગી કરવામાં આવે છે અને પછી નોટોના નાના-નાના ટુકડા કરવામાં આવે છે. જોકે, પહેલાં આ નોટોને બાળી નાખવામાં આવતી હતી. પરંતુ પર્યાવરણની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે નોટોને રિસાઈકલ કરવામાં આવે છે.

એક રૂપિયાની નોટ નથી છાપતું RBI

ભારતમાં ચાલતી બધી કરન્સી નોટ પછી તે સિક્કા હોય કે નોટ, દરેક નોટ આરબીઆઈ છાપે છે. આરબીઆઈની પાસે 10 હજાર રૂપિયા સુધીની નોટ છાપવાનો અધિકાર છે, પરંતુ 1 રૂપિયાની નોટ ભારત સરકાર જ છાપે છે. આ ઉપરાંત ક્યારે કેટલી નોટ છાપવાની છે. તેની સ્વીકૃતિ પણ આરબીઆઈએ ભારત સરકાર પાસેથી લેવી પડે છે. જોકે, આ અંગે સરકાર પોતાનો નિર્ણય આરબીઆઈની સલાહ બાદ લે છે.

સંકળાયેલા મુદ્દાઓ

RBI Utility torn currency ફાટેલી નોટ Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ