બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / what is the reason behind not to cut nails at night

તમારા કામનું / વડીલો રાત્રે કેમ નખ કાપવાની પાડે છે ના? ધાર્મિકની સાથે જાણી લો વૈજ્ઞાનિક કારણ

Khevna

Last Updated: 09:39 AM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો વડીલો શા માટે આપણને રાત્રે નખ કાપવાની મનાઈ કરે છે. શું છે આ પાછળનું વૈજ્ઞાનિક કારણ

  • શું છે નખ કાપવાનો સાચો સમય?
  • રાત્રે નખ ન કાપવાનું કારણ 
  • નખને હંમેશા ભીના કરીને જ કાપો 

શું છે નખ કાપવાનો સાચો સમય?
અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજી એસોસિએશન અનુસાર, આપણા નખ કેરાટીનનાં બનેલા હોય છે. એટલે જ નહાયા બાદ પોતાના નખ કાપવા એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમકે ત્યારે આપણા નખ પાણી કે સાબુના પાણીથી પલળેલા હોય છે તેથી ખૂબ જ આરામરહી કપાઈ જય છે. પરંતુ જ્યારે આપણે નખ રાત્રે કાપીએ છીએ ત્યારે વધારે સમય સુધી પાણીનાં સંપર્કમાં ન આવવાને કારણે તે કઠણ બની જાય છે. એટલા માટે નખ કાપતા સમયે થોડી તકલીફ પડે છે તથા તેના ખરાબ થવાનો ખતરો પણ વધે છે. 

રાત્રે નખ ન કાપવાનું બીજું કારણ 
રાત્રે નખ ન કાપવાની સલાહ પાછળનું બીજું કારણ એ પણ છે કે જુના જમાનામાં નેલ કટર લોકો પાસે ઉપલબ્ધ હતા નહિ. તે સમયે લોકો નખ ચાકુ કે પછી કોઈ ધારદાર ઓજારથી કાપતા હતા. તે સમયે વિજળી પણ હતી નહિ. એટલા માટે પહેલા રાતના અંધારામાં નખ કાપતા ન હતા, પરંતુ સમય સાથે લોકોએ આ વસ્તુને અંધવિશ્વાસ સાથે જોડીને વહેમનું નામ આપી દીધું છે. અમુક લોકો આજે પણ આ માને છે તથા બાળકોને પણ કહે છે. એટલે કોઈ પણ પ્રકારનું શારીરિક નુકસાન ન થાય. 

નખ હંમેશા ભીના કરીને જ કાપો 
 નખ કાપવાની સાચી રીત એ જ છે કે પોતાના નખને પહેલા હલકા તેલ અથવા પાણીમાં નાંખીને રાખો. જેથી તમારા નખ નરમ થઇ જશે તથા તમે તેને સારી રીતે કાપી શકશો. ધ્યાન રાખો કે નખ કાપ્યા બાદ તેને મોઈસ્ચરાઈઝ કરવાનું ન ભૂલો. સાથે જ કોશિશ કરો કે નખ કાપ્યા બાદ પોતાના હાથ ધુઓ, પછી તેને સુકાવા દો તથા ત્યારે તેલ અથવા મોઈસ્ચરાઈઝર લગાવો. આમ કરવાથી તમારા નખ હંમેશા સુંદર રહેશે. 

ક્યાંય પણ બેસીને ન કાપો નખ 
મોટેભાગે લોકો પોતાની સુવિધાનુસાર ક્યાંય પણ બેસીને નખ કાપવાનું શરુ કરી દે છે, જે ખૂબ  જ ખોટી આદત છે. કોશિશ કરો કે કોઈ બોર્ડનો ઉપયોગ કરો કે પછી કોઈ મજબૂત સ્તર પર હાથ રાખીને આરામથી નખ કાપો. નખ કાપ્યા બાદ તે બોર્ડને ઉઠાવો તથા નખને ડસ્ટબિનમાં નાંખો. નખ ક્યારેય પણ કપડા કે ફર્નિચર જેવી વસ્તુઓ પર ન કાપો. 

ક્યૂટિકલ્સ ન કાપો 
ક્યૂટિકલ્સ નાખના જડ મૂળની રક્ષા કરે છે. પરંતુ જ્યારે તમે પોતાના ક્યૂટિકલ્સ કાપો છો, તો બેક્ટેરિયા તથા અન્ય કીટાણું તમારા શરીરમાં પ્રવેશ કરવા લાગે છે. આમ કરવાથી નખમાં ઇન્ફેકશન થવાનો ખતરો ઘણો વધી જાય છે, જેને ઠીક થવામાં ઘણી વાર લાંબા સમયની રાહ જોવી પડે છે. એટલા માટે પોતાના ક્યૂટિકલ્સને કાપવાથી બચો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ