ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / what is raccoon dogs famous for spreading coronavirus covid-19

જાણવા જેવુ / કોણ છે Raccoon Dogs? જેનાથી કોરોના ફેલાવવાની થઇ રહી છે વાત

Published By: Bijal Vyas

Last Updated: 02:05 PM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની શરુઆતના અભ્યાસમાં વૈજ્ઞાનિકોનું માનવુ હતુ કે, રકૂન ડોગ્સથી પણ વાયરસ ફેલાયો હશે

ADVERTISEMENT

  • કૂતરા અને શિયાળની વચ્ચેની એક પ્રજાતિ છે રકૂન ડોગ્સ 
  • હુનાનના માર્કેટમાં રકૂન ડોગ્સના જેનેટિક મટેરિયલ મળ્યા
  • આ ડોગ્સના લીધો કોરોના ફેલાયો છે તેની ચર્ચા

રકૂન ડોગ્સ એક જ માદા સાથે સંબંધ બનાવે છે. હાઇબરનેટ કરે છે, એટલે કે વધારે સમય સુધી સુતો રહે છે. આ કુતરા અને શિયાળની વચ્ચેની પ્રજાતિ છે. આ પ્રાણીને તેના ફર અને માંસ માટે બજારમાં વેચવામાં આવે છે. આ ડોગ્સનુ સૌથી વધારે વેચાણ ચીનમાં થાય છે. આ ડોગ્સની ઓળખ તેમના કાળા મોંઢાથી થાય છે. હાલ તો આ ડોગ્સના લીધો કોરોના ફેલાયો છે તેની ચર્ચા થઇ રહી છે. 

રકૂન ડોગ્સને ચીનના હુનાન ખાતે આવેલા સીફૂડ માર્કેટમાં વેચવામાં આવે છે. કોરોનાની શરુઆતના અભ્યાસમાં વૈજ્ઞાનિકોનું માનવુ હતુ કે, રકૂન ડોગ્સથી પણ વાયરસ ફેલાયો હશે. કારણ કે હુનાનના માર્કેટમાં રકૂન ડોગ્સના જેનેટિક મટેરિયલ મળ્યા, જેનાથી કોરોના સંક્રમણ મળ્યો હતો. 

જો કે હજી સુધી આ વાત સાબિત થઇ નથી કે રકૂન ડોગ્સના કારણે માણસો સંક્રમિત થયા હતા. પરંતુ સંક્રમણ દરમિયાન આ કોઇને કોઇ રીતે હાજર હતુ. તેથી તેમાં કોરોનાવાયરસ અન્ય કોઇ જીવમાં જરુર ફેલાયો હશે. ચીનના વુહાનના બજારમાં પણ રકૂન ડોગ્સનું વેચાણ થાય છે. 

રકૂન ડોગ્સની વાત કરીએ તો, આ રકૂન પ્રજાતિના જીવોના સંબંધી હોતા નથી. આ કેનિડ ફેમિલીથી સંબંધ રાખે છે. જે કૂતરા અને શિયાળની વચ્ચેની એક પ્રજાતિ છે. આ શિયાળામાં હાઇબરનેશનમાં જતા રહે છે. લાંબા સમય સુધી છુપાઇને આરામ કરે છે. બસ એક વખત શિકાર કરીને લાંબી ઊંઘની મજા લે છે. 

સામાન્ય રીતે આ એક જ માદા સાથે સંબંધ બનાવે છે, એકલા જ રહે છે. તેમની જોડીમાં જોવા તે દુર્લભ છે. રકૂન ડોગ્સ ચીન, કોરિયા અને જાપાનમાં જોવા મળે છે. આ દેશોમાં આ ડોગ્સને તાનુકી તરીકે ઓળખવામાં આવે છે. આ ડોગ્સને યુરોપના પણ અમુક વિસ્તારોમાં જોવામાં આવ્યા છે. 

ચીન રકૂન ડોગ્સની ફાર્મિંગ કરે છે. જેથી તેમના ફર અને માંસને વેચવામાં આવી શકે. ફક્ત ચીન એકલાએ 2014માં 1.40 કરોડ રકૂન ડોગ્સનું ઉત્પાદન કર્યુ હતું. જે યુરોપમાં ઉત્પાદનથી 100 ગણુ વધારે હતુ. જાનવરોના માર્કેટમાં આ ઉપરાંત માંસ માટે વેચવામાં આવે છે. ખાસ કરીને ચીનના હુનાન અને વુહાનના બજારમાં વેચાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

કોરોના વાયરસ કોવિડ-19 ચીન રકૂન ડોગ્સ વુહાન શિયાળ Science

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ