આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨,૨૧,૬૦૫ કરોડની જોગવાઇ
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં નાણાકીય વર્ષ 2023-24નું રજૂ
નાણામંત્રી કનુ દેસાઇ વિધાનસભામાં રજૂ કરી રહ્યા છે બજેટ
ગુજરાતનું નાણાકીય વર્ષ 2023-24 માટે આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ કરી છે. આ સાથે આજે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૨,૨૧,૬૦૫ કરોડની જોગવાઇ કરી છે. આવો જાણીએ બજેટ 2023-24ની તમામ હાઈલાઈટ્સ.
આજ રોજ ભૂપેન્દ્ર પટેલની સરકાર 2.0માં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી. જેમાં RTE હેઠળ અભ્યાસ કરનારા હોશિયાર બાળકોને મફત શિક્ષણ તેમજ SG હાઇવે સિક્સ લેન કરાશે. જ્યારે અમદાવાદ-રાજકોટ હાઇવે સહિત અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે.
જળસંપત્તિ વિભાગ
જળસંપત્તિ વિભાગ માટે 9705 કરોડની જોગવાઈ
નર્મદાના પાણી કચ્છ વિસ્તારમાં વિતરણ માટે 1970 કરોડ
સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોચાડવા 725 કરોડની જોગવાઈ
કસરાથી દાંતિવાડા પાઈપલાઈન યોજના માટે 650 કરોડ
ખારીકટ કેનાલને બોક્ષ સ્ટ્રક્ચરમાં રૂપાંતર માટે 300 કરોડ
ચેકડેમ, તળાવો ઉંડા કરવા 272 કરોડની જોગવાઈ
પાનમ જળાશય ઉદ્વહન પાઈપલાઈનો માટે 195 કરોડ
સાબરમતી નદી ઉપર સિરિઝ ઓફ બેરેજ બાંધવા 150 કરોડ
ગિફ્ટ સિટી નજીક સાબરમતી રીવરફ્રંટ માટે 150 કરોડ
તાપી-કરજણ લીંક પાઈપલાઈન માટે 130 કરોડ
દક્ષિણ ગુજરતમાં નદીઓ ઉપર ચેકડેમ, બેરેજો બનાવવા 103 કરોડ
મેશ્વો, ખારી, પુષ્પાવતી, રૂપેણ નદીઓ પર ચેકડેમ બાંધવા 55 કરોડ
સરદાર સરોવર યોજના માટે 5950 કરોડની જોગવાઈ
કચ્છ શાખા નહેરના બાકી કામો માટે 1082 કરોડની જોગવાઈ
વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ
વિજ્ઞાન અને પ્રદ્યોગિકી વિભાગ માટે 2193 કરોડની જોગવાઈ
સેમિ કંડક્ટર પોલિસી હેઠળ 524 કરોડની જોગવાઈ
ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ 125 કરોડની જોગવાઈ
આઈ.ટી પોલિસી હેઠળ રોજગારીનું સર્જન કરવા માટે 70 કરોડ
સ્પેસ મેન્યુફેક્ટરિંગ ક્લસ્ટરના વિકાસ માટે 12 કરોડની ફાળવણી
આઈ.ટી અને સ્ટાર્ટઅપના વિકાસ માટે 10 કરોડ ફળવાયા
ડિફેન્સ અને એવિએશન ગેલેરી સ્થાપવા માટે 22 કરોડ ફળવાયા
રિઝ્યોનલ સાયન્સ સેન્ટર અને વિજ્ઞાન કેન્દ્રો માટે 233 કરોડ