- દેશના વીજગ્રાહકોને ઘણા બધા અધિકારો મળશે
- વીજગ્રાહકો માટેના અધિકારોને લઈને ડ્રાફ્ટ તૈયાર
- 30મી સપ્ટેમ્બર સુધી આ ડ્રાફ્ટ આપી શકાશે સલાહ-સૂચન
કેન્દ્રીય પાવર મંત્રાલય દ્વારા પહેલીવાર દેશના વીજગ્રાહકોને અધિકારો આપવા માટેના નિયમોનો એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. વીજ ક્ષેત્રમાં ગ્રાહક જ સૌથી મોટો હિતધારક છે અને તેમના કારણે જ આ સેક્ટર છે. બધા નાગરિકોને વીજળી આપવી અને સાથે સાથે સંતુષ્ટિ આપવી ખૂબ મહતવપૂર્ણ છે.
ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે પહેલીવાર એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. વિદ્યુત મંત્રાલય દ્વારા 30 સપ્ટેમ્બર સુધી આ ડ્રાફ્ટ પર સલાહ, વિચાર, ટિપ્પણી માટે આમંત્રિત કર્યા છે. મંત્રાલયે આ સંબંધમાં નવમી સપ્ટેમ્બરના રોજ એક ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. અને આગામી બધી સલાહ અને પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને તેને અંતિમ રૂપ આપવામ આવશે.
- કનેક્શન માટે સમયસર અને સરળ પ્રક્રિયા: 10 કિલોવોટ સુધીના ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ માટેના ફક્ત બે દસ્તાવેજ અને કનેક્શન આપવામાં ઝડપ લાવવા માટે 150 કિલોવોટ સુધીના ભાર માટે કોઈ અંદાજિત માંગ ફી નહીં.
- નવા કનેક્શન આપવા અને વર્તમાન કનેક્શનમાં સુધારો કરવા સમયગાળો મેટ્રો શહેરોમાં 7 દિવસથી વધુ નહીં, અન્ય નગરપાલિકા વિસ્તારોમાં 15 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 30 દિવસથી વધુ નહીં હોય.
- 60 દિવસ કે તેથી વધુ વિલંબ સાથે બીલ આપવા પર 2 થી 5 ટકા છૂટ.
- વીજળી વિતરણ કરતી કંપનીઓ ડિસ્કોમ માટે પ્રતિ વર્ષ ગ્રાહકોની સંખ્યા અને આઉટેજનો સમયગાળો નક્કી કરવા માટે રાજ્ય વિદ્યુત આયોગની રચના
- રોકડ, ચેક, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ વગેરે દ્વારા બાકી બિલ ચૂકવવાનો વિકલ્પ આપવા અને 1000 રૂપિયા અથવા વધુના બીલ ઓનલાઈન જ ચુકવી શકાય
- ડિસ્કનેક્શન, ફરીથી જોડાણ, મીટર બદલવા, બિલિંગ અને ચુકવણી વગેરે સંબંધિત જોગવાઈઓ.
- ગ્રાહકોની શ્રેણીને પ્રોઝ્યુમરની શ્રેણીના રૂપમાં માન્યતા પ્રદાન કરવી, આ તેવા વ્યક્તિ છે જે વીજગ્રાહક તો છે જ અને સાથે સાથે ધાબા પર સોલરની ઉર્જાના સાધનો સ્થાપિત કરી રાખ્યા છે.
- વીજળીનું વિતરણ કરતી કંપનીઓ જો સેવામાં મોડું કરે તો વળતર અથવા દંડની જોગવાઈ અને સંભવ હોય ત્યાં સુધી વળતર બિલમાં જ આપવું
- 24x7 ટોલ-ફ્રી કોલ સેન્ટર, વેબ-આધારિત સહાયતા અને સામાન્ય સેવાઓ ન્યુ કનેક્શન, ડિસ્કનેક્શન, ફરીથી જોડાણ, કનેક્શન સ્થાનમાં ફેરફાર, નામમાં ફેરફાર, લોડમાં ફેરફાર, મીટરમાં ફેરફાર, વીજ પુરવઠો જેવા કામ માટે SMS અને ઇ-મેલની સુવિધા.
- ગ્રાહક ફરિયાદનું નિવારણ સરળ બનાવવા માટે સબ ડિવિઝનથી વિવિધ સ્તરે ગ્રાહકોના 2-3 પ્રતિનિધિઓ સાથે ગ્રાહક ફરિયાદ નિવારણ મંચની રચના