બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / What a shocking coincidence: Video of the last show of Singer KK, was present, Hum rahe ya na rahe

નિધન / કેવો દુઃખદ સંયોગ : સિંગર KK ના છેલ્લા શોનો વીડિયો વાયરલ, ગીત હતું... હમ રહે યા ના રહે, યાદ આયેંગે વો પલ

Published By: Vishnu

Last Updated: 01:44 AM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના પ્રખ્યાત સિંગર કેકેને કોલકાતામાં LIVE કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમણે હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા

  • હમ રહે યા ના રહે, યાદ આયેંગે વો પલ..
  • કેકે છેલ્લું આ ગીત ગાયું હતું..
  • કેકેને કોલકાતામાં LIVE કોન્સર્ટમાં આવ્યો હાર્ટ એટેક

સિંગિંગ જગતમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું નિધન થયું છે. તેઓ કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા હતા.પરંતુ કોન્સર્ટમાં અચાનક તેમની તબિયત લથડી અને તેઓ ઢળી પડ્યા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યાં હતા.KKનું નિધનના સમાચારથી હાલ દેશભરમાં તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ છે.

હમ રહે યા ના રહે, યાદ આયેંગે વો પલ..ગીત ગાયું હતું
પરંતુ દુઃખદ સંયોગ એવો છે કે તેઓ પોતાનું સૌથી વધુ લોકપ્રિય ગીત હમ રહે યા ના રહે, યાદ આયેંગે વો પલ.. છેલ્લા શો દરમિયાન આ ગીત ગાયું હતું. તે બાદ તેઓ સ્ટેજ પર નીચે ઢળી પડ્યા હતા.સિંગર KK ના છેલ્લા શોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કેકેના આ ગીતો ખુજ લોકપ્રિય હતા
કેકેના ગીતો પૈકી જે તેમના ચાહકોમાં ખૂબ જ પ્રિય હતા, 'યારોં' ખૂબ ચર્ચામાં હતું. આ સિવાય સલમાન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના ગીત 'ટડપ તડપ કે ઇસ દિલ'એ અનોખી છાપ છોડી હતી. આ સાથે જ ફિલ્મ બચના-એ-હસીનનું 'ખુદા જાને', ફિલ્મ કાઈટ્સનું 'ઝિંદગી દો પલ કી', ફિલ્મ જન્નતનું 'ઝરા સા', ફિલ્મ ગેંગસ્ટરનું 'તુ હી મેરી શબ હૈ', શાહરૂખ ખાનની ફિલ્મનું ઓમ શાંતિ ઓમ.આ ઉપરાંત ફિલ્મ 'આંખો મેં તેરી અજબ સી', બજરંગી ભાઈજાનનું 'તુ જો મિલા', ફિલ્મ ઈકબાલનું 'આશાયિન' અને ફિલ્મ અજબ પ્રેમ કીનું 'મૈં તેરા ધડકન તેરી' ગીત. ગઝબ કહાની તેના ચાહકોમાં સૌથી વધુ લોકપ્રિય હતી.

કૃષ્ણ કુમાર કુન્નથ ઉર્ફે KK કોણ છે?
કૃષ્ણકુમાર કુન્નાથ (23 ઓગસ્ટ 1968 – 31 મે 2022) કેકે તરીકે જાણીતા હતા એક ભારતીય પ્લેબેક સિંગર હતા. તેમણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ભાષાઓની ફિલ્મોમાં ગીતો રેકોર્ડ કર્યા છે. તેઓ તેમની પેઢીના સૌથી બહુમુખી ગાયકોમાંના એક તરીકે ગણવામાં આવે છે. 31મી મે 2022ની રાત્રે કૉલેજ ફેસ્ટમાં પર્ફોર્મ કરતી વખતે કોલકાતાના નઝરુલ મંચ ખાતે કાર્ડિયાક અરેસ્ટથી તેમનું અવસાન થયું છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

KK dies Krishnakumar Kunnath Singer kk kk last song kk live concert કૃષ્ણકુમાર કુન્નથ કેકે કેકે છેલ્લો વીડિયો કેકે લાઈવ કોન્સર્ટ નિધન હાર્ટ એટેક Singer KK death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ