બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:32 PM, 4 May 2022
ADVERTISEMENT
વજન ઘટાડવા અપનાવો આ ટીપ્સ
ADVERTISEMENT
આ જ કારણ છે કે આવા લોકો ઘરના ખાવાના કારણે બહારનુ ખાવાનુ પસંદ કરે છે. સતત બહારનુ ફૂડ ખાવાથી તમને ઘણી બિમારીઓ ઘેરવા લાગે છે. સ્વાભાવિક વાત છે કે જ્યારે તમારું વજન વધે છે તો તમે મેદસ્વિતાનો શિકાર થઇ જાઓ છો. આ પ્રક્રિયામાં તમને અનેક પ્રકારની બિમારીઓ ઘેરવા લાગે છે. જેમાં હાઈ બ્લડ પ્રેશરથી લઇને હાર્ટ એટેક પણ સામેલ છે. આવો જાણીએ કે આ બિમારીઓ થતાં પહેલા નેચરલ રીતે વજન કેવીરીતે ઘટાડી શકાય છે.
આદુ અને ત્રિફળાથી ઘટશે વજન
આદુ અને ત્રિફળા એવી વસ્તુ છે, જેનાથી સરળતાથી વજન ઘટાડી શકાય છે. મોટાભાગના લોકો આ બંને ચીજ વસ્તુઓનુ સેવન પણ કરતા હશે. પરંતુ તેમનુ વજન ઓછુ થતુ નથી. આ જ કારણ છે કે તમે આ વસ્તુઓનુ સેવન કઈરીતે કરો છો. તમે આદુનો ઉપયોગ કરો છો તો ચામાં નાખીને પી શકો છો. એવી જ રીતે ત્રિફળાને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવુ જોઈએ.
આ રીતે વજન ઘટશે
ઉલ્લેખનીય છે કે ત્રિફલા તમારા શરીરને ડિટૉક્સ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તેમાં એન્ટીઑક્સિડેન્ટની ભરપૂર માત્રા હોય છે. જેનાથી તમારું વજન પણ ઘટી શકે છે. તો આદુથી પણ તમારું વજન કંટ્રોલમાં આવે છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ઓવર ઈટીંગથી બચાવે છે. આદુ સોઝાને ઘટાડે છે. ડાઈજેશનને વધારે છે અને તમારી ભૂખને ઘટાડી દે છે. જેનાથી તમારા વજનમાં ઘટાડો થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.