બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:38 AM, 18 February 2024
ADVERTISEMENT
નવા સપ્તાહની શરૂઆત થઈ રહી છે. જેથી તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ફળદાયી રહેશે. આવતીકાલથી શરૂ થતા 19થી 25 ફેબ્રુઆરી સુધીના સપ્તાહમાં લવ લાઈફ કેવી રહેશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ કઈ રાશિના જાતકોને તેમનો મનનો માણીગર મળશે અને કઈ રાશિના જાતકોના જીવનમાં પરેશાની આવશે.
મેષ- આ રાશિના જાતકો માટે વિવાહનો પ્રબળ યોગ મળી રહ્યો છે. શરૂઆતના 3-4 દિવસમાં લગ્નની ખૂબ જ વાતો કરવામાં આવશે.
ADVERTISEMENT
વૃષભ- જો તમે કોઈને પસંદ કરી રહ્યા છો અને મનની વાત જણાવવામાં સંકોચ થઈ રહ્યો છે? તો પ્રપોઝ કરવામાં બિલ્કુલ પણ વાર ના કરવી. તમારી સારી વાતોના કારણે તમે તેનું દિલ જીતી શકો છો.
મિથુન- આ રાશિના જાતકોના કપલ્સ વચ્ચે બધુ જ બરાબર રહેશે. ભવિષ્યનું પ્લાનિંગ કરો. લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો એકબીજાની તમામ બાબતો વિશે ચર્ચા કરી લેવી
ADVERTISEMENT
કર્ક- જો તમે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો બહાર ફરવા જવાનો પ્રબળ યોગ છે. એકબીજા સાથે સારો સમય પસાર કરશો. પાર્ટનરની તબિયત બગડી શકે છે.
સિંહ- આ રાશિના જાતકોએ પ્રેમ મામલે સમજી વિચારીને આગળ વધવું. અહંકારના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે. વ્યસ્ત રહેવાન કારણે પાર્ટનર સાથે સંબંધ બગડી શકે છે.
ADVERTISEMENT
કન્યા- પ્રેમ મામલે સપ્તાહ સારું રહેશે. પાર્ટનર સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હોય તો તેનું નિવારણ લાવી દેવું. આગામી દિવસોમાં વધુ પરેશાની થઈ શકે છે.
તુલા- લગ્ન મામલે પરિવારની સહમતિની જરૂર હોય તો સમય અને સંજોગ જોઈને વાત રજૂ કરી દેવી જોઈએ. તમામ પરિસ્થિતિ તમારા પક્ષમાં છે, પરિવારજનો હા પાડી શકે છે.
ADVERTISEMENT
વૃશ્વિક- પાર્ટનર સાથે ટ્યુનિંગ સારું રહેશે. આગામી સપ્તાહમાં ખૂબ જ એન્જોય કરશો. સપ્તાહના અંતમાં બધુ જ સારું થશે, તમારી તરફ લોકો આકર્ષિત થઈ શકે છે.
ધન- હંમેશા પાર્ટનર વિશે જ વિચારશો કે, તેમની સાથે સારો અને વધુમાં વધુ સમય કેવી રીતે પસાર કરવો.
ADVERTISEMENT
મકર- ગુસ્સા પર નિયંત્રણ રાખીને એકબીજાને સમજવાની કોશિશ કરો. નાની બાબતે એકબીજા પર દોષ ઢોળવાથી સંબંધ ખરાબ થશે. આ સપ્તાહમાં સાવધાન રહેવું.
કુંભ- કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ના લેવો. આરોગ્ય ખરાબ હોવાને કારણે પાર્ટનરને વધુ સમય નહીં આપી શકો. કુંભ રાશિની યુવતીઓએ પાર્ટનર સાથે સારો વ્યવહાર કરવો.
વધુ વાંચો: આ તારીખે જન્મેલા બાળકો થાય છે ખુબ સફળ, શનિદેનની ખાસ કૃપાથી કમાય છે અઢળક ધન
મીન- આ રાશિના જાતકો વચ્ચે વિવાદ થાય તો વાત કરીને નિવારણ લાવી દેવું. ત્રીજી વ્યક્તિની સલાહ લેવાને કારણે સંબંધોમાં અંતર પેદા થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.