બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Weather Forecast GUJARAT cities amid Tauktae Cyclone hits the state
Parth
Last Updated: 06:25 PM, 18 May 2021
ADVERTISEMENT
સોમવાર રાતથી જ ગુજરાત આખાને વાવાઝોડું ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે ઉનાથી ગુજરાતને ટક્કર માર્યા બાદ મંગળવારે બપોર બાદ વાવાઝોડું અમદાવાદ પહોંચ્યું. અમદાવાદ આખાને વાવાઝોડાએ હચમચાવી નાંખ્યું છે ત્યારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો મોસમ વિભાગ અનુસાર આવતીકાલે ગુજરાતના શહેરોમાં કેવું રહેશે વાતાવરણ
આ જિલ્લાઑ માં રહેશે ચોખ્ખું વાતાવરણ
ADVERTISEMENT
સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, દીવ-દમણ, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ
આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ
અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, કચ્છ, અમરેલી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી
વાવાઝોડાએ આખું અમદાવાદ ઘમરોળ્યું
વાવાઝોડાના કારણે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો જે બાદ બપોર પછી અમદાવાદમાં વાવાઝોડું પ્રવેશ કરતાં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને સાથે અતિ ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. શહેરના કેટલાય વિસ્તારોમાં ડોમ, છાપરા ઊડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.