ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Weather forecast for three days of heavy rain in Gujarat

ચોમાસું / રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Published By: Vishal

Last Updated: 10:17 AM, 5 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગની આગાહી બાદ મેઘરાજા આખા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. બુધવારે રાત્રે કડાકા ભડાકા સાથે રાજ્યભરમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી, તો દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતનાં જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસાદ વરસ્યો છે. જ્યારે હજુ પણ મેઘરાજાની મહેર યથાવત છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

ફરી એકવાર સમગ્ર ગુજરાતમાં વરસાદી મોહાલ સર્જાયો છે. જ્યારે બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં બુધવારથી સતત પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. 

સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તા. 5મીએ એટલે કે, આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમજ ખેડા, આણંદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

તો આવતી કાલે 6 તારીખે દક્ષિણ ગુજરાતમાં, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 7 તારીખે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ આણંદ, સુરત, નવસારી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Rain Weather forecast વરસાદ Monsoon

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ