બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેર બજાર ફરી ઠંડુ! સેન્સેક્સ 273 અંકના ઘટાડા સાથે ખૂલ્યો, કેમ સતત માર્કેટનો ગ્રાફ ડાઉન?

બિઝનેસ / શેર બજાર ફરી ઠંડુ! સેન્સેક્સ 273 અંકના ઘટાડા સાથે ખૂલ્યો, કેમ સતત માર્કેટનો ગ્રાફ ડાઉન?

Last Updated: 09:51 AM, 17 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market : ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચવા અને વૈશ્વિક બજારોમાં વેચવાલીની અસર ભારતીય બજાર પર જોવા મળી

Stock Market : આજે સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે શેરબજારમાં નબળી શરૂઆત રહી છે. BSE સેન્સેક્સ 273.82 પોઈન્ટ ઘટીને 81,474.75 પોઈન્ટ પર ખુલ્યો હતો. આ સાથે NSE નિફ્ટી પણ 74.60 પોઈન્ટના ઘટાડા સાથે 24,593.65 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચવા અને વૈશ્વિક બજારોમાં વેચવાલીની અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે.

જો ઘટતા શેરો પર નજર કરીએ તો SUNPHARMA, HINDUNILVR, TITAN, ADANIPORTS, HDFCBANK જેવા હેવીવેઇટ શેરોનો સમાવેશ થાય છે. તે જ સમયે TATAMOTORS, SUNPHARMA, TECHM, TCS અને ICICIBANK માં મામૂલી વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્ષના છેલ્લા મહિના અને યુએસ ફેડરલ રિઝર્વની જાહેરાત પહેલા રોકાણકારો સાવચેતીભર્યું અભિગમ અપનાવી રહ્યા છે.

નોંધનિય છે કે, વૈશ્વિક સ્તરે નબળા વલણ વચ્ચે સોમવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને BSE સેન્સેક્સ 384 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. રૂપિયાના અવમૂલ્યન અને ચીનના નબળા આર્થિક ડેટા વચ્ચે મેટલ અને IT શેરોમાં વેચવાલીના દબાણને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને ફટકો પડ્યો હતો.

વધુ વાંચો : એક દિવસમાં 9 હજાર ચડી ગયો આ શેરનો ભાવ, આશ્ચર્યજનક રિટર્ન મળતા રોકાણકારો રૂપિયાવાળા

BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 384.55 પોઈન્ટના ઘટાડા સાથે 81,748.57 પોઈન્ટ પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100.05 પોઈન્ટના ઘટાડા સાથે 24,668.25 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બજારના નિષ્ણાતોના મતે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ આ સપ્તાહે પોલિસી રેટ અંગે નિર્ણય કરશે. આને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું જેના કારણે વૈશ્વિક બજાર નરમ રહ્યું હતું.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market why market is down today sensex nifty today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ