બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:18 AM, 17 December 2024
આ સ્ટોક 29 ઓક્ટોબરના રોજ અચાનક 66,92,535% વધ્યો હતો અને રોકાણકારોને આશ્ચર્યજનક વળતર આપીને બધાને ચોંકાવી દીધા હતા.
ADVERTISEMENT
એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટના શેરમાં સતત વધારો જોવા મળ્યો અને નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ શેર રૂ. 3 લાખને પાર કરી ગયો હતો. જો કે આ શેરમાં 16 ડિસેમ્બરે, 5% નો વધારો જોવા મળ્યો. આ શેર રૂ. 196911.40 ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. તેનો અગાઉનો ભાવ રૂ. 1,87,534.70 હતો. શેરના આ વધારા પાછળ એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, હવે કંપનીએ એક ફાઇલિંગ દ્વારા એક્સ્ચેન્જ જાણ કરી છે કે, તે પોતાને ટાઇપ-1 NBFC તરીકે રજીસ્ટર કરવા માંગે છે.
ADVERTISEMENT
વધુ વાંચો MobiKwik IPO Allotment થયું, સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસેસથી કરો ચેક
કંપનીએ શુક્રવારે સ્ટોક એક્સચેન્જને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે, "13 ડિસેમ્બર, 2024ના રોજ કંપનીને Type-I NBFC-ND તરીકે રજીસ્ટર કરવા માટે ભારતીય રિઝર્વ બેંકમાં અરજી સબમિટ કરવામાં આવી છે." તમને જણાવી દઈએ કે, એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટનું માર્કેટ કેપ 4,000 કરોડ રૂપિયાથી ઓછું છે. રૂ. 332,399.95 લાખની લાઈફ ટાઇમ હાઈ પર પહોંચ્યા પછી, શેરનું મૂલ્ય પ્રતિ શેર રૂ. 2 લાખની નજીક છે. છેલ્લા એક મહિનામાં એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટના શેરમાં લગભગ 28%નો ઘટાડો થયો છે. શેરની કિંમતનો પાંચ વર્ષનો CAGR 658% છે.
એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટની સપ્ટેમ્બર ક્વાર્ટરની આવક રૂ. 3.57 કરોડ હતી, જે QoQ કરતાં નોંધપાત્ર રીતે ઓછી છે, જ્યારે ચોખ્ખો નફો રૂ. 2.80 કરોડ હતો. કંપની એશિયન પેઇન્ટ્સમાં પ્રમોટર એકમમાં એક છે અને ઇન્ડેક્સ લીડરમાં 2.95% હિસ્સો ધરાવે છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.