બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / we re committing 800 million dollar in new covid19 response efforts sundar pichai

coronavirus / ગૂગલના CEO સુંદર પિચાઇ કરશે આટલા કરોડ રૂપિયાની મદદ, જાણીને દંગ રહી જશો

Published By: Krupa

Last Updated: 09:06 PM, 28 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુંદર પિચાઇએ પોતાના બ્લૉગમાં લખ્યું '80 કરોડ ડૉલરની આ રકમમાં દુનિયાભરમાં છેલ્લા એક વર્ષથી સક્રિય નાના વેપારને ગૂગલ એડ ક્રેડિટના રૂપમાં 34 કરોડ ડૉલર મળશે.'

  • કોરોનાવાયરસથી સામે સામનો કરવાના પ્રયત્નો હેઠળ ગૂગલ કરશે મદદ
  • નાના એકમો, WHO અને એનજીઓ સહિત અન્યને 80 કરોડ ડૉલરથી વધારેની મદદ 
  • આ રકમ રોકડ, અનુદાન અને અન્ય માધ્યમથી મળશે

દુનિયાભરમાં કોરોના વાયરસના ખતરાને જોતા પડકાર સામે નિપટવા માટે ગૂગલ અને એની મૂળ કંપની અલ્ફાબેટના મુખ્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઇએ નાના અને એસએમબી, સ્વાસ્થ્ય સંગઠનો અને સરકારી એજન્સીઓ તથા સ્વાસ્થ્યકર્મીઓનું સમર્થન કરવા માટે 80 કરોડ ડૉલર એટલે કે આશરે 5900 કરોડ રૂપિયાથી વધારાની મદદ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પિચાઇએ ટ્વિટ દ્વારા એની જાણકારી આપી. દુનિયાભરમાં કોરોનાવાયરસ સતત વધતો જઇ રહ્યો છે. આ બિમારીથી આશરે 20,000 લોકોના મોત થયા છે. 

સુંદર પિચાઇએ પોતાના બ્લૉગ પોસ્ટમાં લખ્યું- 'દુનિયાભરમાં નાના અને એનજીઓને ગૂગલ એડ ક્રેડિટના રૂપમાં 34 કરોડ ડૉલર મળશે. આ રકમ એ એકમો માટે ઉપલબ્ધ રહેશે જેના ખાતા છેલ્લા એક વર્ષથી સક્રિય છે. એની નોટિફિકેશન એમના ગૂગલ એડ ખાતા પર નજરે આવશે. આ ઉપરાંક વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને 100થી વધારે સરકારી એજન્સીઓને 25 કરોડ ડૉલરની જાહેરાત મદદ આપવામાં આવશે. તો બીજી બાજી એનજીઓ અને બેંકો માટે 20 કરોડ ડૉલરનો રોકાણ કોષ બનાવવામાં આવશે, જે એનજીઓ અને નાણાંકીય સંસ્થાનોની મદદ કરશે કારણ  નાના વેપારીઓ માટે મૂડીની વ્યવસ્થા કરી શકાય. આ ઉપરાંત એમને અન્ય સહાયતા આપવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. 

દુનિયાભરનો સૌથી શક્તિશાળી દેશ મનાતો અમેરિકામાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. અત્યાર સુધી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. હેરાન કરનારી વાત એ છે કે હવે આ 1 લાખનો આંકડો પાર કરી ચુક્યા છે. શુક્રવારે જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના ટ્રેકરે  આ સત્ય કહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Google Sundar Pichai world કોરોના વાયરસ ગૂગલ પિચાઇ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ