બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Politics / We are now a supporters of bjp says kanganas mother as daughter gets y security
હિમાચલની જિલ્લા મંડળીના ભાંભલામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો કંગનાના પૈતૃક ઘરે પહોંચ્યા હતાં. આ દરમિયાન તે કંગનાની માતાને મળ્યાં અને કહ્યું કે આખો દેશ કંગનાની સાથે છે અને તેને ગભરાવાની જરાય જરૂર નથી. કંગના હિમાચલ પ્રદેશની નીડર પુત્રી છે અને તેનું કંઈ પણ બગાડી શકે તેમ નથી.
ADVERTISEMENT
મોદી સરકારે અમારું દિલ જીતી લીધું : કંગનાની માતા
આ મુદ્દે કંગનાની માતા આશા રનૌતે મોદી સરકાર અને જયરામ સરકારનો દિલથી આભાર માન્યો કે અમારું કુટુંબ લાંબા સમયથી કોંગ્રેસમાં હતું, પરંતુ હવે મોદી સરકારે અમારું દિલ જીતી લીધું છે. તો હવે અમે સંપૂર્ણ ભાજપના થઈ ગયા છીએ.
ADVERTISEMENT
When they broke my office, mom’s warning face flashed before my eyes “ KAHA THA MAINE” haven’t taken her calls ever since, this just flashed on my timeline, pleasantly surprised by her refreshing take on this whole matter #KanganaVsUddhav https://t.co/jHnr46FKfd
— Kangana Ranaut (@KanganaTeam) September 10, 2020
ADVERTISEMENT
કંગનાનો પરિવાર કોંગ્રેસ વિચારાધારને સપોર્ટ કરતો હતો
કંગનાના દાદા સરજુ સિંહ ગોપાલપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. પરિવાર કોંગ્રેસની વિચારધારાને ટેકો આપતો રહ્યો છે. જો કે કંગના ઘણા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહી છે. ત્યારે વહેલા મોડા કંગના ભાજપમાં જોવા મળશે તેવો ઈશારો માતા આશા તરફથી જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
કંગનાના સમર્થનમાં ભાજપના કાર્યકરોએ કર્યા પ્રદર્શન
બોલિવૂડ એક્ટ્રેસ કંગનાની મુંબઇ ઑફિસમાં BMCની કાર્યવાહી બાદ ગુરુવારે રાજ્યભરમાં મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. સાંજે ભાજપના કેટલાક અધિકારીઓ કંગનાના માતા-પિતાને મળવા આવ્યા હતા. શિમલા અને મંડીમાં બીજેપી કાર્યકરો અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોએ કંગનાના સમર્થનમાં ભારે વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT
મુખ્યમંત્રી સહિત નેતાઓ પણ કંગનાના સમર્થનમાં
મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમાર અને પ્રેમ કુમાર ધૂમલે ગુરુવારે કંગનાના સમર્થનમાં નિવેદનો આપ્યાં હતાં. વરિષ્ઠ નેતાઓએ મહારાષ્ટ્ર સરકારના ઇશારે કંગનાની ઓફિસ પર કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો. શાંતા કુમારે મહારાષ્ટ્રના રાજ્યપાલને એક પત્ર મોકલાવીને તેમની પાસેથી સુરક્ષાની માંગ કરી છે. તેમજ બીએમસી દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર સંજ્ઞાન લેવાની માંગ ઉઠાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Price Update / ના હોય, ₹20,000 સુધી સોનું સસ્તું થઇ જશે? હોઇ શકે છે આ કારણ
ADVERTISEMENT