બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Water is water in Gujarat! 100 percent rainfall of the rainy season in the state

મેઘમહેર / ગુજરાતમાં પાણી જ પાણી! રાજ્યમાં વરસ્યો સિઝનનો 100 ટકા વરસાદ, આ તાલુકાઓમાં તો 70 %થી પણ ઓછો

Priyakant

Last Updated: 09:07 AM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Update News: ગુજરાતમાં સિઝનનો 104 ટકા વરસાદ, રાજ્યના 13% તાલુકામાં 30 ટકાથી વધુ ઘટ,  નવરાત્રી અને ક્રિકેટ મેચ પર સંકટના વાદળ છવાઇ તેવી શક્યતા

  • ગુજરાતમાં સિઝનનો 104 ટકા વરસાદ
  • રાજ્યના 13% તાલુકામાં 30 ટકાથી વધુ ઘટ
  • 33 તાલુકાઓમાં 70 ટકાથી ઓછો વરસાદ 
  • 38 તાલુકાઓમાં 10થી 20 ઈંચ જ વરસાદ 
  • 20 તાલુકાઓમાં 100 ટકા અથવા એનાથી વધુ વરસાદ

ગુજરાતમાંથી હવે ધીમે ધીમે ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન હવે ગુજરાતમાં સિઝનનો 104 ટકા વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, હજી પણ રાજ્યના 13% તાલુકામાં 30 ટકાથી વધુ ઘટ છે. આ તરફ હજી આગામી મહિનામાં નવરાત્રી અને ભારત-પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે નવરાત્રી અને ક્રિકેટ મેચ પર સંકટના વાદળ છવાઇ તેવી શક્યતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં સિઝનનો 104 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં ચોમાસા દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ તો અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 104  ટકા વરસાદ નોંધાયો છે. જોકે રાજ્યના 13 તાલુકામાં 30 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ સાથે 33 તાલુકાઓમાં 70 ટકાથી ઓછો વરસાદ તો 38 તાલુકાઓમાં 10થી 20 ઈંચ જ વરસાદ વરસ્યો છે. આ તરફ 20 તાલુકાઓમાં 100 ટકા અથવા એનાથી વધુ વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓના લોકો માટે આગામી દિવસો કપરા બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. 


કયા તાલુકામાં ઓછો વરસાદ ? 
ગાંધીનગરમાં ગાંધીનગર અને કલોલ, પાટણ જિલ્લામાં ચાણસ્મા, ભાવનગરમાં જેસર અને પાલીતાણા, છોટા ઉદેપુરમાં નસવાડી, બનાસકાંઠામાં કાંકરેજ, મહેસાણામાં ઊંઝા, અરવલ્લીમાં માલપુર,  અમદાવાદમાં બાવળા, દસ્ક્રોઈ, દેત્રોજ,  હાંસોટ અને ઝઘડીયા, સાણંદ અને વિરમગામ, વડોદરામાં કરજણ, સાવલી અને વાઘોડીયા,, પંચમહાલમાં ઘોઘંબા, સુરેન્દ્રનગરમાં મુળી, રાજકોટમાં જસદણ, પદ્ધારી અને રાજકોટ, તાપીમાં ઉચ્છાલ, અમરેલીમાં જાફરાબાદ અને સાવરકુંડલા, બોટાદમાં રાણપુર, ભરૂચમાં અમોદ, સુરતમાં માંગરોળ અને ઓલપાડ, ખેડામાં ગળતેશ્વર અને ઠાસરા સહિતના આ તાલુકાઓમાં 50થી લઈને 30 ટકા સુધીની વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. 

પ્રથમ નોરતે પડી શકે છે વરસાદઃ અંબાલાલ પટેલ 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે. 

ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા
તેઓએ કહ્યું કે, નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. તો નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ભારત - પાકિસ્તાનની મેચમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકો પર ચિંતાની લહેર પ્રસરી ગઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ