બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Watch Viral Video man put his life in danger while making reel on side of river

Video / જો એક મિનિટ મોડું થયું હોત તો... રિલ્સ બનાવવાના ચક્કરમાં સ્ટંટ કરવો ભારે પડ્યો, જુઓ વીડિયો

Published By: Vidhata

Last Updated: 08:46 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ફિલ્મથી પ્રભાવિત થઈને ગમે ત્યાં સ્ટંટ કરવા લાગે છે. જો કે, લોકોએ સમજવું જોઈએ કે સ્ટંટ કરવા એ બાળકોની રમત નથી. એક વ્યક્તિનો નદીના કિનારે સ્ટંટ કરવાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે તેને સ્ટંટ કરવો કેટલો ભારે પડ્યો છે.

આજકાલ ફિલ્મો અને સોશિયલ મીડિયાનો ક્રેઝ લોકોમાં એટલો બધો જોવા મળે છે કે લોકો ગમે ત્યાં જઈને પોતાનાં ફોનમાં વીડિયો બનાવવા લાગે છે. એમાંય હાલમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો દરેક પ્રયાસો કરતા હોય છે. ઘણા તો એવા હોય છે કે રસ્તાની વચ્ચે ઉભા રહીને કે રેલવે ટ્રેક પર ઉભા રહીને કે આવી જ કોઈ જગ્યાઓ પર જઈને જીવના જોખમે વીડિયો બનાવતા હોય છે. આવું કરવું ઘણીવાર લોકોને ભારે પડી જાય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઇને તમે પણ ચોંકી જશો.

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ફિલ્મથી પ્રભાવિત થઈને ગમે ત્યાં સ્ટંટ કરવા લાગે છે. જો કે, લોકોએ સમજવું જોઈએ કે સ્ટંટ કરવા એ બાળકોની રમત નથી. આ માટે ઘણી પ્રેક્ટિસ કરવી પડે છે, ત્યાર જ એવો સ્ટંટ કરી શકાય છે જે લોકોને પ્રભાવિત કરી શકે, પરંતુ લોકો તેને સમજતા નથી અને ગમે ત્યાં સ્ટંટ કરવા લાગે છે. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ નદીના કિનારે સ્ટંટ કરી રહ્યો છે પરંતુ છેલ્લે તેની સાથે કંઈક એવું થાય છે કે તેને આ સ્ટંટ કરવો ભારે પડી જાય છે. 

જુઓ વીડિયો - 

વાયરલ થઈ રહેલો આ વીડિયો નદી કિનારાનો હોય તેવું લાગી રહ્યું છે, જ્યાં એક છોકરો હાથથી ફ્લિપ મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન તેનું માથું જમીનમાં ફસાઈ જાય છે અને તે તેને બહાર કાઢવાના ખૂબ પ્રયાસ કરે છે પરંતુ તેને સફળતા મળતી નથી. પરિસ્થિતિ એવી બની જાય છે કે તે માથું બહાર કાઢવા સખત પ્રયાસો કરે છે, પણ તે સફળ થઈ શકતો નથી. આખરે ઘણા પ્રયાસો પછી, તે કોઈક રીતે માથું બહાર કાઢી શકે છે.

વધુ વાંચો: વોઈસ ડિવાઈસ પાસે કૂતરાનો અવાજ કઢાવીને છોકરીએ બહેનને વાંદરાથી બચાવી, આનંદ મહિન્દ્રાએ કરી નોકરીની ઓફર

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મને લાગે છે કે તેનું માથું મગરમચ્છે પકડી લીધું છે. જ્યારે બીજાએ લખ્યું, આવો સ્ટંટ કોણ કરે ભાઈ? આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Dangerous Stunt stunt viral video વાયરલ વીડિયો Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ