બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Alexa Monkey Attack: Anand Mahindra Offers Job to Girl Who Saved Herself and Her Younger Sister From Monkey Attack Using Alexa
યુપીના બસ્તીમાં 13 વર્ષની છોકરીએ એમેઝોનની વર્ચ્યુઅલ વોઇસ આસિસ્ટન્ટ એલેક્ઝાનો ઉપયોગ કરીને પોતાનો અને પોતાની બહેનનો વાંદરાઓથી જીવ બચાવ્યો હતો. છોકરી પોતાની નાની બહેન સાથે ઘેર હતી ત્યારે વાંદરાઓએ તેની પર હુમલો કર્યો હતો, પરંતુ તે સમયે છોકરીએ સમજદારીનો પરિચય આપ્યો અને એમેઝોનની વર્ચ્યુઅલ વોઇસ આસિસ્ટન્ટ એલેક્ઝાનો ઉપયોગ કર્યો. છોકરીએ એલેક્ઝાને કૂતરા જેવો અવાજ કાઢવાનું કહ્યું હતું. એલેક્સા ત્યાર બાદ કૂતરા ભોંકતા હોય તેવો અવાજ કાઢ્યો હતો અને કૂતરાઓનો નકલી અવાજ સાંભળીને વાંદરા ભાગી ગયા હતા. અને આ રીતે બન્ને હુમલાથી બચી ગયાં હતા.
ADVERTISEMENT
#WATCH | Uttar Pradesh: A girl named Nikita in Basti district saved her younger sister and herself by using the voice of the Alexa device when monkeys entered their home.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2024
Nikita says, "A few guests visited our home and they left the gate open. Monkeys entered the kitchen and… pic.twitter.com/hldLA0wvZS
ADVERTISEMENT
આનંદ મહિન્દ્રાએ છોકરીને નોકરીની ઓફર કરી
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ વાંદરાના હુમલાથી પોતાને અને પોતાની નાની બહેનને બચાવનારી યુવતીને નોકરીની ઓફર કરી છે. તેમણે કહ્યું કે છોકરીની આ યુક્તિ જાણીને તે ખૂબ ખુશ છે અને તેમણે તેને પોતાની કંપનીમાં નોકરીની ઓફર કરી છે.
The dominant question of our era is whether we will become slaves or masters of technology.
— anand mahindra (@anandmahindra) April 6, 2024
The story of this young girl provides comfort that technology will always be an ENABLER of human ingenuity.
Her quick thinking was extraordinary.
What she demonstrated was the… https://t.co/HyTyuZzZBK
ADVERTISEMENT
ભણ્યાં બાદ મારી કંપનીમાં નોકરીમાં જોડાજે
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર લખ્યું, "આપણા યુગનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું આપણે ટેકનોલોજીના ગુલામ છીએ કે તેના માલિકો. આ યુવાન છોકરીની વાર્તા એ યાદ અપાવે છે કે તકનીકી હંમેશાં માનવ ચાતુર્યની સહાયક રહેશે. છોકરીની ઝડપી વિચારસરણી અસાધારણ હતી.
આનંદ મહિન્દ્રાએ ટ્વિટમાં વધુમાં જણાવ્યું હતું કે છોકરીમાં કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. મહિન્દ્રાએ વાયદો કર્યો હતો કે, અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જો યુવતી ક્યારેય કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરવાનો નિર્ણય લેશે તો તેની કંપની મહિન્દ્રા તેની સાથે જોડાઈને ખૂબ જ ખુશ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.