બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / wasim jaffer said not having off spinner in world cup team is major issue of conern
Last Updated: 03:08 PM, 7 September 2023
ADVERTISEMENT
Wasim Jaffer point out biggest mistake:ભારતે મંગળવારે ODI વર્લ્ડ કપ માટે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી. આવી સ્થિતિમાં વસીમ જાફરે વર્લ્ડ કપ ટીમ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે ODI વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં સૌથી મોટી ખામી એ છે કે તેમની પાસે કોઈ ખાસ ઓફ સ્પિનર બોલર નથી.
આ ખેલાડીઓને નથી મળી જગ્યા-
એશિયા કપ માટે પસંદ કરાયેલા 17માંથી 15 સભ્યોને ભારતે વર્લ્ડ કપમાં સ્થાન આપ્યું છે. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ઓલરાઉન્ડર છે તેથી ટીમમાં માત્ર કુલદીપ યાદવ એકમાત્ર રિસ્ટ સ્પિનર છે. આવી સ્થિતિમાં ભારતે રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પસંદ કર્યો છે.
ADVERTISEMENT
My India WC squad:
— Wasim Jaffer (@WasimJaffer14) September 4, 2023
Rohit (c)
Shubman
Virat
Iyer
Tilak
Ishan (wk)
KL (wk)
Hardik
Jadeja
Axar
Shardul
Kuldeep
Bumrah
Shami
Siraj
What's yours? #WorldCup2023 #AsiaCup2023
ADVERTISEMENT
ભારતની પાસે મજબૂત ટીમ
વસીમે ESPNcricinfo સાથે વાત કરતા કહ્યું કે, ચહલને ટીમમાંથી બહાર રાખવો નિરાશાજનક હતો અને ટીમમાં કોઈ ઓફ સ્પિનરની ઉણપ એક મોટી સમસ્યા છે. 2019 વર્લ્ડ કપની સરખામણીમાં આ વર્ષે ભારતની ટીમ વધુ મજબૂત છે. તેણે કહ્યું કે હાર્દિક પંડ્યા 2023ની ટૂર્નામેન્ટમાં ભારતનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી હશે.
કેએલ રાહુલને મળી જગ્યા
કેએલ રાહુલને ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જેણે 1 મેથી કોઈ મેચ રમી નથી. આવી સ્થિતિમાં, યુઝર્સ અને ક્રિકેટના મહાન ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલ અને અશ્વિનને ODI વર્લ્ડ કપ ટીમમાંથી બાકાત રાખવાની ટીકા કરી હતી. આવી સ્થિતિમાં ટીમ સિલેક્શનને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ થયો હતો, જેમાં ફેન્સ એકબીજા સાથે લડતા પણ જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.