બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 03:32 PM, 17 January 2021
બ્રિસ્બેન ટેસ્ટમાં ત્રીજા દિવસે વોશિંગ્ટન સુંદર અને શાર્દૂલ ઠાકુરે ચમત્કારિક 123 રનની પાર્ટનરશીપ નોંધાવીને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાની 186 રને 6 વિકેટ પડ્યા બાદ આ બંને બેટ્સમેને સંતુલન સાંભળી લીધું હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગ્સમાં 369 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ ભારતીય બેટ્સમેનો ચેતેશ્વર પૂજારા (25), અજિંક્ય રહાણે (37), મયંક અગ્રવાલ (38) અને ઋષભ પંત (23) સસ્તામાં આઉટ થઈ જતાં ભારત દબાણમાં આવ્યું હતું.
Two special half centuries 👍🏻👍🏻
— BCCI (@BCCI) January 17, 2021
One special partnership 🤜🏻🤛🏻
The highest 7th-wicket stand for an Indian pair at the Gabba 🏟️🔥#AUSvIND pic.twitter.com/eodDc91wZK
ADVERTISEMENT
આવા સમયે ઠાકુરે 67 રન ફટકારીને અને સુંદરે 62 રન ફટકારીને ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કરી દીધા હતા. ભારતના 336 રને ઓલ આઉટ થવામાં જોશ હેઝલવુડે ભારતની 5 વિકેટ ઝડપી હતી જ્યારે મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે 2-2 વિકેટ લીધી હતી અને નેથન લાયન એક વિકેટ લેવામાં સફળ થયો હતો.
ભારતના ઓલ આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 6 ઓવરમાં 21 રન નોંધાવ્યા હતા. આવતી કાલે ભારતનું પ્રથમ લક્ષ્ય ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ પાર્ટનરશીપ તોડવાનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.