ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / નેપાળની તબાહીની 17 વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી ભવિષ્યવાણી? હોલિવુડ ફિલ્મ ‘2012’ના ભયાનક સીન્સ
Last Updated: 09:49 PM, 28 August 2026
ADVERTISEMENT
નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરે અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. જેમાં ત્રણ જિલ્લાઓમાં આવેલી આ કુદરતી આપત્તિમાં ઘણા લોકોના મોતની ખબર છે જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગાયબ છે. આ પૂરની ભયાનકતા દર્શાવતા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સીન જોઈને લોકોને 2009માં રિલીઝ થયેલી હોલિવુડ ફિલ્મ ‘2012’ની યાદ આવી રહી છે. જેમાં ફિલ્મનો એક જૂનો સીન ઝડપથી શેર થઈ રહ્યો છે અને યુઝર્સ નેપાળની વર્તમાન પરિસ્થિતિની તેની સાથે તુલના કરી રહ્યા છે.
ADVERTISEMENT
જોન ક્યુસેક અને અમાન્ડા પીટ સ્ટારર ‘2012’ એક મહાવિનાશ પર આધારિત સાયન્સ-ફિક્શન ફિલ્મ હતી. તેમાં પૃથ્વી પર ભયંકર કુદરતી ઘટનાઓની આખી સીરીઝ દર્શાવવામાં આવી હતી. નેપાળમાં પૂર અને ભૂસ્ખલન બાદ ફિલ્મનો એક ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ વીડિયો શેર કરતા ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે ફિલ્મમાં બતાવેલી તબાહી અને નેપાળમાં સામે આવેલા અમુક સીન ખૂબ મળતા આવે છે. જેમાં એક યુઝરે એવું પણ લખ્યું કે એવું લાગે છે કે ફિલ્મ ‘2012’માં આવી તબાહીની પહેલેથી જ કલ્પના કરી લેવામાં આવી હતી.
That’s crazy, they already predicted it in the movie 2012 #nepal pic.twitter.com/f5RD62jKsA
— anonymousesr23 (@prisutner) August 26, 2026
ADVERTISEMENT
આ ફિલ્મની વાયરલ ક્લિપ સિવાય તેનો એક પ્રમોશનલ પોસ્ટર પણ ચર્ચામાં છે. આ પોસ્ટરમાં એક બૌદ્ધ ભિક્ષુ પહાડની ટોચ પર ઊભો દેખાય છે જ્યારે તેની પાછળ વિશાળ સમુદ્રી મોજા પહાડો તરફ વધતા જણાય છે. નેપાળના પૂરના વીડિયો જોઈને લોકો આ પોસ્ટર અને ફિલ્મના સીનને વર્તમાન પરિસ્થિતિ સાથે જોડી રહ્યા છે. જોકે આ કાલ્પનિક કથા અને અસલી કુદરતી આપત્તિ વચ્ચેની તુલના માત્ર છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થતા પૂરના વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરીને નેપાળની સ્થિતિને ફિલ્મ ‘2012’ સાથે જોડી દીધી છે. જેમાં એક યુઝરે લખ્યું કે નેપાળમાં દેખાતા સીન બિલકુલ ફિલ્મના કોઈ વિનાશક સીન જેવા લાગે છે. બીજા યુઝરે તેની તુલના ‘2012’ તથા ‘ધ ડે આફ્ટર ટુમોરો’ જેવી ફિલ્મો સાથે કરી હતી.
ADVERTISEMENT
This exact GLOF scenario from China and Nepal was referred to as the tipping point of climate change in the apocalyptic movie “2012” with @johncusack #nepal #tibet #glof #flood pic.twitter.com/M99pSDBx0c
— The Waffler (@pollyswaffle) August 27, 2026
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘2012’માં વિશ્વના અંત જેવી પરિસ્થિતિને કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવી હતી. તેમાં મોટા પાયે ભૂગર્ભીય ફેરફારોને કારણે વિશ્વના ઘણા ભાગોમાં વિનાશક કુદરતી હોનારત આવે છે. જેમાં સમુદ્રનું સ્તર વધતાં વિશાળ સુનામી ઊઠે છે અને પાણીની ઊંચી મોજા હિમાલય સુધી પહોંચે છે. આ ફિલ્મમાં ઊંચી ઇમારતો પડતી, શહેરો ડૂબતા અને લોકો જીવ બચાવવા સંઘર્ષ કરતા જેવા ભયાનક સીન બતાવવામાં આવ્યા હતા. આથી જ નેપાળના પૂરના વીડિયો આવ્યા બાદ લોકોને ફિલ્મના તે સીન યાદ આવી રહ્યા છે.
ADVERTISEMENT
નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરને કારણે અનેક ગામો, રસ્તા અને ઇમારતો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જેમાં વિદેશી પ્રવાસી સહિત 400થી વધુ લોકો ગાયબ થવાની માહિતી સામે આવી છે. જોકે રાહત અને બચાવ કાર્યચાલુ હોવાથી આંકડાઓમાં ફેરફાર થઇ શકે છે.
ADVERTISEMENT
આ પૂરની શરૂઆત ભોટેકોશીની સહાયક નદી લ્હેન્ડેના પ્રવાહમાં અચાનક અવરોધ આવ્યા બાદ થઈ હતી. એક હિમસ્ખલનને કારણે નદીનો રસ્તો બંધ થયો અને પછી જમા પાણી અચાનક તીવ્ર પ્રવાહ સાથે નીચે તરફ આવ્યું હતું. જેં સૌથી પહેલા નેપાળ-ચીન સરહદ નજીક રસુવાગઢી વિસ્તારના તિમુરે ક્ષેત્રમાં તેની અસર જોવા મળી હતી. તે સમયે વિસ્તારમાં ભારે વરસાદની કોઈ સ્પષ્ટ માહિતી નહોતી આથી સ્થાનિક લોકોને આ અચાનક પૂરનો પહેલેથી અંદાજ નહોતો. લોકો રોજિંદા કામમાં વ્યસ્ત હતા અને જોતજોતામાં પાણીના તીવ્ર પ્રવાહે વિસ્તારને પોતાની ઝપટમાં લઈ લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો