ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / હિમાલયનો નવો ખતરો, ગરમી વધતાં ગ્લેશિયર અને પહાડો કેવી રીતે પડી રહ્યા છે કમજોર?

નેપાળ / હિમાલયનો નવો ખતરો, ગરમી વધતાં ગ્લેશિયર અને પહાડો કેવી રીતે પડી રહ્યા છે કમજોર?

Published By: Nirav Kumar

Last Updated: 07:42 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં ગ્લેશિયર અને પહાડ તૂટતાં નદી અટકી અને તીવ્ર પૂર આવ્યું, જેમાં સેંકડો લોકો માર્યા ગયા અને વ્યાપક વિનાશ થયો. જેમાં વધતી ગરમીને કારણે હિમાલયના ગ્લેશિયરો અને પહાડો કમજોર પડી રહ્યા છે જે આવી જીવલેણ ઘટનાઓનો ખતરો વધારી રહ્યું છે.

ADVERTISEMENT

નેપાળમાં અચાનક આવેલા પૂરે ભયંકર તબાહી મચાવી છે. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત થયા છે અને 1,400થી વધુ હજુ પણ ગાયબ છે. જેમાં તીવ્ર પાણી સાથે બરફ, પથ્થર અને માટીનો વિશાળ જથ્થો નીચે ધસી આવ્યો હતો જેના કારણે રસ્તા, પુલ, ઘરો અને મકાનો વહી ગયા હતા.

શરુઆતમાં એવું જાણવા મળ્યું છે કે લાંગતાંગ લિરુંગ વિસ્તારમાં પહાડમાંથી ગ્લેશિયર અને મોટી ચટ્ટાનનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. જેમાં બરફ અને પથ્થરનો આ કાટમાળ નદીમાં પડતાં તેનો માર્ગ થોડા સમય માટે બંધ થઈ ગયો. બાદમાં જમા થયેલું પાણી અચાનક બહાર નીકળ્યું અને વિનાશક પૂર આવ્યું હતી.

વૈજ્ઞાનિકોના મતે આ ઘટનામાં માત્ર ગ્લેશિયર જ નહોતો તૂટ્યો. જેમાં પહાડની મોટી ચટ્ટાન પણ ખસી હતી અને તેના સાથે ગ્લેશિયરનો ભાગ નીચે લાવી હતી. આ કાટમાળ લગભગ 5100 મીટરની ઊંચાઈથી 3000 મીટર સુધી નીચે આવ્યો અને નદીનો રસ્તો રોકી દીધો હતો. જ્યારે પાણીનું દબાણ વધ્યું અને આ અવરોધ તૂટ્યો ત્યારે પાણી, બરફ, પથ્થર અને માટી એકસાથે ઝડપથી નીચે વહેવા લાગ્યા હતા.

VTV_Digital_1.width-800

આ ઘટનાની અસર માત્ર પહાડની આસપાસના વિસ્તાર સુધી લીમીટેડ ન રહી. પરંતુ આ પૂર અને કાટમાળની અસર 100 કિલોમીટરથી વધુ દૂર સુધી જોવા મળી હતી. જેમાં અનેક જગ્યાએ રસ્તા અને પુલ તૂટી ગયા હતા. અને રહેણાંક વિસ્તારમાં પાણી અને કચરો ભરાઈ ગયો હતો. શરૂઆતમાં એવું લાગ્યું હતું કે કદાચ ધરતીકંપને કારણે પહાડ તૂટ્યો હશે પરંતુ બાદમાં આંકડા પ્રમાણે મોટું લૅન્ડસ્લાઇડ જ મુખ્ય કારણ હોઈ શકે છે. જેની વૈજ્ઞાનિકો હજુ તપાસ કરી રહ્યા છે.

આ એક ઘટનાને સીધી રીતે આબોહવા પરિવર્તન સાથે જોડવું હજુ મુશ્કેલ છે. જેમાં વૈજ્ઞાનિકો કહે છે કે વધતી ગરમી હિમાલયના ગ્લેશિયરો અને પહાડોને કમજોર બનાવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની 2023ના રિપોર્ટ મુજબ છેલ્લા લગભગ 30 વર્ષમાં નેપાળે પોતાના ગ્લેશિયરોનો લગભગ એક તૃતીયાંશ બરફવાળો ભાગ ગુમાવી દીધો છે. 2011થી 2020 વચ્ચે હિન્દુ કુશ હિમાલયમાં ગ્લેશિયરો પીગળવાની ગતિ પહેલાંના દાયકા કરતાં લગભગ 65 ટકા વધી ગઈ છે. જેમાં ગરમી વધતાં ગ્લેશિયર ઝડપથી પીગળે છે અને પહાડોની અંદરની બરફ પણ પીગળી રહી છે. આથી પહાડો કમજોર પડી શકે છે અને મોટા ભાગ તૂટવાનો ખતરો વધી રહ્યો છે.

વધુ વાંચો : નેપાળમાં પૂરમાં 320 ભારતીયો લાપતા, 400 ચીનમાં ફસાયા... સરકારે આપ્યું લેટેસ્ટ અપડેટ

હાલમાં પણ આ વિસ્તારમાં અમુક બરફ અને પાણી જમા છે તેથી આગળ પણ લૅન્ડસ્લાઇડ કે અચાનક પૂર આવવાનો ખતરો જણાઈ રહ્યો છે. નેપાળની આ ઘટના જણાવે છે કે હિમાલયમાં વધતી ગરમીની અસર માત્ર ગ્લેશિયરો સુધી લીમીટેડ નથી. પણ તેમાં ગ્લેશિયરો પીગળવા અને પહાડો કમજોર પડવાથી નીચેના વિસ્તારમાં રહેતા લોકો માટે પણ ખતરો વધી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

flooding Glaciers Nepal

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ