બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારત ટેક્સી સર્વિસમાં ચલાવવા માંગો છો તમારી કાર? જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

કામની વાત / ભારત ટેક્સી સર્વિસમાં ચલાવવા માંગો છો તમારી કાર? જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન

Nirav Kumar

Last Updated: 04:58 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત ટેક્સી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. પહેલા તે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે આવી હતી હતી. પરંતુ તે ફૂલ ફલેઝમાં આવી ગઈ છે. જેમાં તમારે કોઈ કમિશન આપવાનું પણ થતું નથી.

ભારત સરકારના સહકાર મંત્રાલયે દેશની પ્રથમ સહકારી રાઇડ-હેલિંગ એપ્લિકેશન ભારત ટેક્સી લોન્ચ કરી છે. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 5 જાન્યુઆરીએ આ એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન સહકારી ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા ચાલે છે. અત્યાર સુધી તે દિલ્હી એનસીઆર સહિત અનેક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાર્યરત હતી. પરંતુ હવે તે સંપૂર્ણ રીતે લોન્ચ થઈ ગઈ છે.

જેથી હવે કોઈપણ વ્યક્તિ માટે ભારત ટેક્સીનો ઉપયોગ કરીને પોતાની કાર ચલાવવાનું સરળ બન્યું છે. સહકાર મંત્રાલય હેઠળ શરૂ કરાયેલ ભારત ટેક્સી સર્વિસ ડ્રાઇવરોને માત્ર ડ્રાઇવરની ભૂમિકામાં નહીં પણ માલિકની ભૂમિકામાં મૂકે છે. ચાલો સમજીએ કે ભારત ટેક્સી માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવી.

  • શું છે ભારત ટેક્સી?

ભારત ટેક્સી સહકારી લિમિટેડ દ્વારા સંચાલિત છે જે મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 2002 હેઠળ નોંધાયેલ ઇન્સ્ટિટ્યુશન છે. તેની સ્થાપના 6 જૂન 2025 ના રોજ કરવામાં આવી હતી. તેનું મિશન સહકારી મોડેલ દ્વારા રોજગારની તકો વધારવા, સામાજિક સુરક્ષા પૂરી પાડવા અને પાયાના સ્તરે આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવાનું છે. આ પ્લેટફોર્મ પરના ડ્રાઇવરોને "સારથી" કહેવામાં આવે છે.

vtv app promotion

ભારત ટેક્સી સંપૂર્ણ રીતે સહકારી મોડેલ પર આધારિત છે, જેમાં ડ્રાઇવરો સહ-માલિકો તરીકે છે અને કમાણીમાંથી સીધો લાભ મેળવે છે. કોઈ કમિશન આપવાનું થયું નથી. ચૂકવવામાં આવે છે. ડ્રાઇવરો માત્ર 30 રૂપિયા પ્રતિ દિવસ એક્સેસ ફી ચૂકવે છે જ્યારે ઓટો ડ્રાઇવરો માટે 18 રૂપિયા છે. આ ડ્રાઇવરોને પ્રાઇવેટ એગ્રીગેટર્સ કરતાં વધુ કમાણી કરવાનો મોકો આપે છે. આ સિવાય ભારત ટેક્સી માત્ર એક રાઇડ પ્લેટફોર્મ નથી, પરંતુ ડ્રાઇવર સલામતી પર પણ ફોકસ કરે છે. ભારત ટેક્સીના સારથી ડ્રાઇવરોને 5 લાખ રૂપિયાનો  પર્સનલ અકસ્માત વીમો, 5 લાખ રૂપિયાનો પારિવારિક હેલ્થ વીમો, નિવૃત્તિ બચત અને ડ્રાઇવર સપોર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવે છે.અને તે ઝડપી ઇમર્જન્સી સહાય અને વેરિફાઇડ રાઇડ ડેટા પણ આપે છે.

વધુ વાંચો : બેંકમાં એકાઉન્ટ ખોલાવતા જ થઈ જાય છે જમા રકમનો વીમો! ઘણા લોકો નથી જાણતા આ વાત

  • ભારત ટેક્સી એપ પર કાર કેવી રીતે રજીસ્ટર કરવી?
  1. ભારત ટેક્સી સાથે તમારી કાર રજીસ્ટર કરવી ખૂબ જ સરળ છે. જેમાં તમારે પ્લે સ્ટોર કે એપલ સ્ટોરમાંથી ભારત ટેક્સી ડ્રાઇવર એપ ડાઉનલોડ કરવી.
  2. એપમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને OTP વડે તેને વેરીફાઈ કરો.
  3. તમારું નામ, ઇમેઇલ સરનામું, વાહનની ડીટેલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, RC અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. ત્યાર બાદ તમારી પ્રોફાઇલ DigiLocker અને પોલીસ વેરિફિકેશન દ્વારા વેરીફાઈ કરાશે.
  5. એકવાર મંજૂરી મળ્યા બાદ તમે ભારત ટેક્સી એપ પર સવારી શરૂ કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sahakari Taxi Cooperative Limited Bharat Taxi App Taxi Register
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ