બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સુપર એપ જેનાથી ઘેર બેઠા કાઢી શકશો PFના પૈસા, પે કરો લાઈટ બિલ, 10 કરોડ લોકોએ કર્યુ ડાઉનલોડ
Last Updated: 04:14 PM, 15 June 2026
સરકાર દ્વારા શરૂ કરાયેલી ઉમંગ એપ હવે 10 કરોડથી વધુ યુઝર્સના ફોન સુધી પહોંચી ગઈ છે. મતલબ કે લાખો ભારતીયો હવે તેમના ઘણા મહત્વના સરકારી કાર્યો તેમના મોબાઇલ ફોન પર કરી શકશે. જે સેવાઓ માટે પહેલા લોકોને વિવિધ વેબસાઇટ્સ કે સરકારી કચેરીઓની મુલાકાત લેવાની જરૂર પડતી હતી તે હવે મિનિટોમાં પૂરી થઈ શકે છે.
ADVERTISEMENT
ઉમંગ એપ આધાર, પાન, પીએફ, વીજળી બિલ, ગેસ બુકિંગ, આરોગ્ય સેવાઓ અને બીજી ઘણી સર્વિસ આપે છે. જો તમે હજુ સુધી આ એપનો ઉપયોગ કર્યો નથી તો અહીં તેની અમુક સુવિધાઓ જણાવી છે જે તમારા રોજિંદા કાર્યોને ખૂબ સરળ બનાવી શકે છે. સરકારી પ્લેટફોર્મ હોવાને કારણે ઉમંગ એપમાં ખાસ સિક્યુરિટી સ્ટેપ્સ પણ છે. લોગિન માટે ઓટીપી-બેસ્ડ વેરિફિકેશન અને અન્ય સિક્યુરિટી પગલાંનો ઉપયોગ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ઉમંગ એપની સૌથી ફેમસ સુવિધા ઇપીએફઓ સંબંધિત સર્વિસ છે. જો તમે નોકરી કરતા હોવ અને તમારા પગારમાંથી પીએફ કાપવામાં આવે તો આ સુવિધા તમારા માટે ખુબ ઉપયોગી છે. એપ દ્વારા, તમે સેકન્ડોમાં તમારું પીએફ બેલેન્સ ચકાસી શકો છો. તમે તમારી EPF પાસબુક પણ જોઈ શકો છો, તમારા PF ક્લેમ સ્ટેટસ ચેક કરી શકો છો, UAN માહિતી મેળવી શકો છો અને બીજી EPFO સેવાઓનો લાભ લઈ શકો છો. એના માટે પહેલાં આ કાર્યો માટે અલગ વેબસાઇટ પર લોગ ઇન કરવું પડતું હતું પરંતુ હવે બધી માહિતી તમારા મોબાઇલ ફોન પર ઉપલબ્ધ છે. આ કર્મચારીઓનો સમય બચાવે છે અને ખાતરી કરે છે કે તેમની પાસે હંમેશા PF સંબંધિત માહિતી ઉપલબ્ધ છે.

ADVERTISEMENT
UMANG એપનો બીજો મોટો ફાયદો એ છે કે તે DigiLocker સેવાઓને સપોર્ટ કરે છે. જો તમારી પાસે તમારા આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર, માર્કશીટ કે બીજા મહત્વપૂર્ણ દસ્તાવેજોની ડિજિટલ નકલો હોય તો તમે UMANG દ્વારા તેમને ઍક્સેસ કરી શકો છો. ક્યારેક કોઈ ડોક્યુમેન્ટની અચાનક જરૂરી બની જાય છે અને તમારી પાસે ફીઝીકલ કોપી હોતી નથી. આવી પરિસ્થિતિઓમાં DigiLocker ખૂબ ઉપયોગી છે. તમે તમારા ડિજિટલ ડોક્યુમેન્ટ સુરક્ષિત રીતે જોઈ અને ઉપયોગ કરી શકો છો. આ ફીઝીકલ ડોક્યુમેન્ટ લઈ જવાની ઝંઝટને તે ઘટાડે છે.
ADVERTISEMENT
UMANG એપની બીજી એક વિશેષતા તેની બિલ પેમેન્ટ સર્વિસ છે. આ એપ દ્વારા અનેક રાજ્યોમાં વીજળી કંપનીઓ, પાણી વિભાગો અને ગેસ એજન્સીઓના બિલ ચૂકવી શકાય છે. જેમાં યુઝર્સ તેમના બિલની રકમ ચેક કરી શકે છે, પેમેન્ટ કરી શકે છે અને પેમેન્ટ રેકોર્ડ જોઈ શકે છે. જેમાં સૌથી સારી વાત એ છે કે તેનાથી અલગ અલગ એપ્સ ડાઉનલોડ કરવાની જરૂરિયાત દૂર થાય છે.
ADVERTISEMENT
આજકાલ લગભગ દરેક સરકારી અને નાણાકીય વ્યવહાર માટે આધાર અને પાન કાર્ડ જરૂરી બની ગયા છે. ઉમંગ એપ યુઝર્સને આધાર અને પાન સંબંધિત ઘણી મહત્વની ર્સવિસ આપે છે. જેમાં યુઝર્સ તેમની આધાર માહિતી ઍક્સેસ કરી શકે છે અને વિવિધ ઓનલાઈન ર્સવિસનો ઉપયોગ કરી શકે છે. તે અમુક જરૂરી પાન સંબંધિત સેવાઓ પણ આપે છે. તેનાથી લોકોને વિવિધ પોર્ટલની મુલાકાત લેવાની જરૂરિયાત દુર થાય છે.
ADVERTISEMENT
ઉમંગ એપ રાશન કાર્ડ સંબંધિત ઉપયોગી ર્સવિસ પણ આપે છે. આ એપ દ્વારા યુઝર્સ ઘણા રાજ્યોમાં તેમના રાશન કાર્ડની માહિતી ઓનલાઈન જોઈ શકે છે, પરિવારના સભ્યોની ડીટેલ ચેક કરી શકે છે અને રાશન લાભાર્થીઓની લીસ્ટમાં તેમનું નામ શોધી શકે છે. આ સિવાય નજીકની ફેર પ્રાઈસ શોપ (FPS), રાશન વિતરણ સ્ટેટ્સ અને NFSA સંબંધિત ર્સવિસ વિશેની માહિતી મેળવી શકાય છે. તેનાથી લોકો સરકારી કચેરીઓની મુલાકાત લીધા વગર તેમના રાશન કાર્ડ સંબંધિત માહિતી મેળવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.