ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંકમાં એકાઉન્ટ ખોલાવતા જ થઈ જાય છે જમા રકમનો વીમો! ઘણા લોકો નથી જાણતા આ વાત

જાણવા જેવું / બેંકમાં એકાઉન્ટ ખોલાવતા જ થઈ જાય છે જમા રકમનો વીમો! ઘણા લોકો નથી જાણતા આ વાત

Published By: Vidhata Gothi

Last Updated: 04:16 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંકમાં એકાઉન્ટ ખોલાવતાની સાથે જ જમા રકમનો ઇન્શ્યોરન્સ આપમેળે જ થઈ જાય છે. એટલે જો બેંક બંધ થઈ જાય તો ખાતાધારકોને તેમની વિમાની રકમ નિશ્ચિત સમયની અંદર મળી જાય છે.

ADVERTISEMENT

બેંકમાં પૈસા જમા કરાવતી વખતે ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે જો બેંક પર કોઈ સંકટ આવી ગયું કે બેંક બંધ થઈ ગઈ તો તેમની બેંકમાં જમા કરાવેલી સેવિંગ્સનું શું થશે? ખાસ વાત એ છે કે ઘણા ખાતાધારકોને આ જાણકારી નથી હોતી કે બેંકમાં એકાઉન્ટ ખોલાવતાની સાથે જ તેમની જમા રકમનો આપમેળે જ ઇન્શ્યોરન્સ થઈ જાય છે. આ સુરક્ષા ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા મળે છે, જે ભારતીય રિઝર્વ બેંકની માલિકીનું યુનિટ છે. ચાલો જાણીએ બેંકમાં એકાઉન્ટ ખોલાવતાની સાથે જ વીમો કેવી રીતે થઈ જાય છે.

ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) અંતર્ગત દેશની લગભગ તમામ બેંકને આવરી લેવામાં આવે છે. આમાં પબ્લિક સેકટર બેંક, પ્રાઇવેટ સેક્ટર બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક, રિજનલ રૂરલ બેંક, લોકલ એરિયા બેંક અને મોટાભાગની કોઓપરેટિવ બેંકો સામેલ હોય છે. જો તમારું એકાઉન્ટ કોઈ આરબીઆઈના લાયસન્સવાળી બેંકમાં હોય તો તે DICGC વીમાના દાયરામાં આવે છે.

કઈ ડિપોઝિટ પર મળે છે વીમો?

ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) લગભગ તમામ પ્રકારની ડિપોઝિટ પર ઇન્શ્યોરન્સ આપે છે. આમાં સેવિંગ્સ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરીંગ ડિપોઝિટ, કરંટ એકાઉન્ટ અને આ પ્રકારની બધી જ ડિપોઝિટ સામેલ છે. જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારોની ડિપોઝિટ, વિદેશી સરકારોની ડિપોઝિટ, ઇન્ટર બેંક ડિપોઝિટ અને કેટલીક ખાસ કેટેગરી આના દાયરામાં નથી આવતી. DICGCના નિયમો પ્રમાણે દરેક ખાતાધારકને પ્રતિ બેંક વધુમાં વધુ 5 લાયક રૂપિયા સુધીનું વીમા કવર મળે છે. આ રકમ મૂળધન અને તેના પર મળતા વ્યાજ બંનેને ઉમેરીને હોય છે. એટલે કે કોઈ બેંકમાં તમારા એકાઉન્ટની કુલ રકમ 5 લાખ કે તેથી ઓછી છે, તો તે સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે.

vtv app promotion

એક બેંકમાં વધારે એકાઉન્ટ હોય તો?

જો કોઈ વ્યક્તિના એક જ બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ, એફડી અને આરડી જેવા ઘણા એકાઉન્ટ હોય તો બધા એકાઉન્ટની રકમ ભેગી કરીને વીમા કવર નક્કી કરવામાં આવે છે. એવામાં કુલ મળીને વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીનો જ વીમો મળશે. ભલે કેટલા પણ એકાઉન્ટ કેમ ન હોય. એવી જ રીતે જો કોઈ વ્યક્તિના એકાઉન્ટ બે અલગ-અલગ બેંકમાં હોય તો દરેક બેંક માટે 5 લાખ રૂપિયાનું વીમા કવર અલગથી લાગુ થાય છે. એટલે કે એક બેંકમાં 5 લાખ અને બીજી બેંકમાં પણ 5 લાખ સુધીની રકમ સુરક્ષિત માનવામાં આવે છે.

આ પણ વાંચો: RBI MPCમાં મોટો નિર્ણય: નકલી ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી પર હવે ₹25,000નું વળતર આપવાની તૈયારી

બેંક પર સંકટ આવવા પર કેવી રીતે મળે છે પૈસા?

જો કોઈ બેંક પર આરબીઆઈ દ્વારા મેરાટોરિયમ લગાવવામાં આવે છે કે બેંક બંધ થાય છે, તો DICGC બીમાં પ્રક્રિયા શરૂ કરે છે. આવા કેસમાં પાત્ર ખાતાધારકોને તેમની વિમાની રકમ નિશ્ચિત સમયની અંદર મળી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DICGC Insurance Bank Account Insurance Deposit Insurance Scheme

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ