બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / VTV's reality check open poll on stray cattle issue

રિયાલિટી ચેક / અમદાવાદના તંત્ર પર હાઇકોર્ટના આદેશની પણ કોઈ અસર નથી? VTVના રિયાલિટી ચેકમાં રખડતાં ઢોર મામલે ખૂલી પોલ

Vishal Khamar

Last Updated: 04:02 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. ત્યારે હાઈકોર્ટનાં કડક વલણ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. સોલા વિસ્તારમાં VTV NEWS દ્વારા રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં સોલા વિસ્તારમાં રખડતા પશુ નજરે પડ્યા હતા. રખડતા પશુને લઈ તંત્રની કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલો છે.

  • અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત
  • હાઈકોર્ટના કડક વલણ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર
  • સોલા વિસ્તારમાં VTV NEWSનું રિયાલિટી ચેક 
  • સોલા વિસ્તારમાં રખડતા પશુ નજરે પડ્યા

શુક્રવારે બિસ્માર રોડ, રખડતા ઢોર તેમજ ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશન કમિશ્નર, પોલીસ કમિશ્નર તેમજ શહેરી વિભાગનાં પ્રિન્સીપાલ સેક્રેટરીને આડે હાથે લીધા હતા. ત્યારે શહેરમાં રખડતા ઢોરને લઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. VTV NEWS દ્વારા સોલા વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું હતું. હાઈકોર્ટનાં કડક વલણ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી હતી. 

ઢોર માલિક જાહેર માર્ગ પરથી તેનાં ઢોરને લઈ જઈ રહ્યો છે તંત્ર મુક પ્રેક્ષક

સોલા વિસ્તારમાં VTV NEWSનું રિયાલિટી ચેક 
સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓને લઈ ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત છે. હાઈકોર્ટનાં કડક વલણ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. આ બાબતે સોલા વિસ્તારમાં VTV NEWSનું રિયાલિટી ચેક કર્યું હતું. સોલા વિસ્તારમાં રખડતા પશુઓ નજરે પડ્યા હતા. ત્યારે રોજ હજારો લોકોની અવર જવરથી ધમધમતા રોડ પર રખડતા પશુઓ રોડ પર અડીંગો જમાવીને બેઠા હતા. રખડતા પશુઓનાં કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. શહેરમાં રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાઈકોર્ટે પણ આ મામલે સરકારને ફટકાર લગાવી હતી. રખડતા પશુને લઈ તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા હતા. 

રાહદારી

મ્યુનિસિપલ કોર્પોરેશન બેદરકારી રાખશે તો આમ જનતાનું શું થશેઃ રાહદારી
આ બાબતે રાહદારીએ જણાવ્યું હતું કે, અત્યારે જે પ્રમાણે ઢોરો રોડ ઉપર ફરી રહ્યા છે. જેને લઈ અકસ્માત સર્જાવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન જો આવી બેદરકારી રાખશે તો આમ જનતાનું શું થશે. કડક પગલા લેવા જરૂરી છે. જો નિર્દોષ માણસ જો મરી જતા હોય તો સીનીયર સીટીઝન માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ. 

રાહદારી

અવાર નવાર વાહન રખડતા ઢોરને કારણે ગંભીર અકસ્માત સર્જાય છે
આ બાબતે અન્ય એક રાહદારીએ તેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અવાર નવાર રખડતા ઢોર રોડ પર આવી જતા હોય છે. જેનાં કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે આ અકસ્માતમાં વાહનને તો નુકશાન થાય છે. પણ સામે ઢોર પણ ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે આ મામલે કંઈ નિર્ણય કરવામાં આવે તેવી લોકોની માંગ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ