બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / vodafone idea home credit india diwali offer 4g smartphone with 799 rupee downpayment
ADVERTISEMENT
હોમ ક્રેડિટ ઇન્ડિયા એક આંતરરાષ્ટ્રીય કન્ઝ્યૂમર ફાઇનાન્સ પ્રોવાઇડર છે. આ ભારતની સૌથી મોટી ક્રેડિટ સર્વિસ આપનારી કંપનીઓમાંથી એક છે. Vodafone idea પોતાના હાલના ગ્રાહકોને ફીટર ફોનથી સ્માર્ટફોનની તરફ લઇ જવાના ઇરાદાથી આ ઑફર રજૂ કરી રહી છે.

ADVERTISEMENT
કંપનીનું માનવું છે કે 4G સ્માર્ટફોન તરફ સ્વિચ કરવા પર યૂઝર્સ ઇન્ટરનેટ ડેટાનો પણ ઉપયોગ કરશે. કંપનીનું માનવું છે કે સ્માર્ટફોન દ્વારા ગ્રાહક પોતાના જીવન સ્તરને સુધારશે જ સાથે જ પોતાના પરિવારને પણ સમયના હિસાબથી અપગ્રેડ કરે છે. વોડાફોન આઇડિયાએ એક નિવેદનમાં કહ્યું 'બંને કંપનીઓની વચ્ચે આ સાઠગાંઠ ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારક છે. ગ્રાહકોને નાણાકીય મદદ મળશે.'
કંપનીના જણાવ્યા અનુસાર કોઇ પણ 4G સ્માર્ટફોન 799 રૂપિયાની સાથે ડાઉનપેમેન્ટ પર ખરીદી શકાય છે. ત્યારબાદ ગ્રાહક બાકી બચેલી રકમ હપ્તામાં ચુકાવશે. આટલું જ નહીં કંપની ફોન ખરીદનાર ગ્રાહકોને 180 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ લોકલ અને નેશનલ કૉલની ઑફર આપી રહી છે. એની સાથે જ ગ્રાહકોને એમાં પ્રતિદિન 1.5 GB ડેટાનું ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવશે.
ADVERTISEMENT

કંપની પ્રમાણે ગ્રાહક પોતાની પસંદનો કોઇ પણ 4G સ્માર્ટફોન ખરીદી શકે છે. આ ફોનની શરૂઆતી કિંમત 3,999 રૂપિયા છે. આ ફોનમાં લેવામાં આવતું ડાઉનપેમેન્ટ માર્કેટની સરખામણીએ ખૂબ જ ઓછું છે. માર્કેટથી ફોન ખરીદવા પર ગ્રાહકોને 30-40 ટકાના ડાઉનપેમેન્ટ કરવું પડે છે. ફાઇનેન્સની સુવિધા દેશભરના 179 શહેરોમાં પૂરી પાડવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.