બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Vodafone Idea 148 Rupees Prepaid Plan Now Available In All Circles Know What It Offers

ઓફર / માત્ર 148 રૂપિયાના આ પ્લાનમાં મળે છે રોજ 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ સહિતની આ જબરદસ્ત સુવિધાઓ, જાણી લો

Noor

Last Updated: 12:57 PM, 22 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોડાફોનએ દેશના બધાં જ સર્કલમાં તેનો 148 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન એક્ટિવ કરી દીધો છે. બધાં આ પ્લાનનો ફાયદો લઈ શકે છે. આ પ્લાનમાં ધાંસૂ સુવિધાઓ મળે છે.

  • વોડાફોનના આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે
  • આ પ્લાન બધાં જ સર્કલમાં ઉપલબ્ધ છે
  • આ પ્લાનમાં અનલિમિટેડ કોલ મળે છે

આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, ચેન્નઈ, દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, ગોવા, મુંબઈ, નોર્થ ઈસ્ટ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ (ચેન્નઈને છોડીને), યૂપી ઈસ્ટ, યૂપી વેસ્ટ અને વેસ્ટ બંગાલ આ લિસ્ટમાં સામેલ છે. 

વોડાફોનના 148 રૂપિયાના પ્લાનમાં 1 જીબી ડેટા દરરોજ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે. આ સિવાય અનમિલિડેટ કોલિંગ પણ આ પેકમાં ઓફર કરવામાં આવે છે. ગ્રાહક Vi Movies and TV ના ફ્રી સબ્સક્રિપ્શનનો ફાયદો પણ લઈ શકે છે. દરરોજ 100 એસએમએસ પણ મળશે. 

અન્ય  ટેલિકોમ કંપનીઓની વાત કરીએ તો જિયોની પાસે 149 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન છે, જેમાં 1 જીબી ડેટા દરરોજ મળે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસ છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલ અને 100 SMS દરરોજ મળે છે. 

એરટેલની પાસે પણ 148 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે, જેમાં 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસ છે અને તેમાં 100 એસએમએસ મળે છે. આ પ્લાનમાં પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન, વિંક મ્યૂઝિક, ફ્રી હેલોડ્યૂન્સ અને એરટેલ એક્સટ્રીમનું એક્સેસ ફ્રી છે. 

તમને જણાવી દઈએ કે TRAIના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, વોડાફોન આઈડિયાએ ડિસેમ્બર 2020માં 5.7 મિલિયન સબ્સક્રાઇબર્સ ગુમાવ્યા છે. એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે કંપની કુલ 34.9 મિલિયન ગ્રાહક ગુમાવી ચુક્યા છે. પરંતુ Ooklaના એક રિપોર્ટમાં Viને 2020ના છેલ્લા ક્વાર્ટરમાં સૌથી વધુ ઈન્ટરનેટ સ્પીડવાળી ટેલિકોમ કંપનીનો ખિતાબ મળ્યો છે. મહત્વનું છે કે હાલમાં Vi એ રાતના 12 કલાકથી સવારે 6 કલાક વચ્ચે હાઈ સ્પીડ ડેટા ફ્રી આપવાની જાહેરાત કરી હતી. કંપનીનો ઇરાદો આ ઓફર દ્વારા ગ્રાહકોને પોતાની સાથે બનાવીરાખવા અને નવા યુઝર્સને આકર્ષિત કરવાનું છે. 249 રૂપિયા અને તેનાથી વધુની કિંમતના બધાં રિચાર્જ પર આ ઓફર લાગૂ છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Offers Plan Vodafone Idea Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ