બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / Visit KaliMata Mandir at Pavagadh In Weekend

ટ્રાવેલ / આ રીતે પડ્યું છે પાવાગઢ નામ, અહીં મા કાળીના દર્શન કરવાથી ભક્તોને મળશે અપાર કૃપા

Published By: Bhushita

Last Updated: 12:29 PM, 17 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પંચમહાલમાં બનેલું પાવાગઢ મહાકાલીનું મંદિર પૌરાણિક, ઐતિહાસિક, ધાર્મિક અને પર્યટનની રીતે ખાસ ગણવામાં આવે છે. અહીંની ખાસ વાત છે કે અહીં દક્ષિણમુખી કાળી માતાની મૂર્તિ છે. જેનું તાંત્રિક પૂજામાં ઘણું વધારે મહત્વ રહે છે.

પાવાગઢના મા કાળીના મંદિર સાથે ઐતિહાસિક અને ધાર્મિક રહસ્યો જોડાયેલા છે. જે આ જગ્યાને વધારે ખાસ બનાવે છે. અહીં કેટલીક વાતો ભગવાન  રામના પુત્ર લવ-કુશ સાથે જોડાયેલી છે તો કેટલીક વિશ્વામિત્ર સાથે. આવો જાણીએ કઈ રીતે પડ્યું પાવાગઢ નામ અને તેની સાથેની ખાસ વાતો.

આ રીતે પડ્યું છે પાવાગઢ નામ
કહેવાય છે કે આ દુર્ગમ પર્વત પર ચઢવાનું લગભગ મુશ્કેલ હતું. ચારે તરફથી ઘેરાયેલી હોવાના કારણે અહીં હવાનો વેગ પણ વધારે રહે છે. આ માટે તેને પાવાગઢ કહેવામાં આવે છે. પાવાગઢના પહાડીઓની તળેટીમાં ચંપાનેરી નગરી છે. તેને મહારાજ વનરાજ ચાવડાએ પોતાના બુદ્ધિમાની મંત્રીના નામે બનાવી હતી. પાવાગઢ પહાડીની શરૂઆત ચાંપાનેરથી થાય છે. 1471 ફીટની ઉંચાઈ પર માચી હવેલી છે. મંદિર સુધી જવા માટે રોપવેની સુવિધા પણ છે. મંદિર પગપાળા જવા માટે લગભગ 250 સીડીઓ ચઢવી પડે છે. 

પાવાગઢનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ છે. તે મંદિર અયોધ્યાના રાજા ભગવાન શ્રીરામના સમયનું છે. આ મંદિરને એક જમાનામાં શત્રુજ્ય મંદિર કહેવમાં આવતું. માનવામાં આવે છે કે ભગવાન રામ અને તેના પુત્ર લવ અને કુશ, ઋષિઓ અને બૌદ્ધ ભિખારીઓને અહીં મોક્ષ મળ્યો હતો. એમ પણ માનવામાં આવે છે કે માં કાળીની મૂર્તિને વિશ્વામિત્રએ સ્થાપિત કરી હચી. અહીં વહેતી નદીનું નામ પણ તેમના નામ પર વિશ્વામિત્રી રાખવામાં આવ્યું હતું. 

હિંદુઓની સાથે મુસ્લિમો માટે પણ છે પવિત્ર જગ્યા
મંદિરની છત પર મુસ્લિમનું પવિત્ર સ્થળ છે. અહીં અદાનશાહ પીરની દરગાહ પણ છે. મોટી સંખ્યામાં મુસ્લિમ શ્રદ્ધાળુ પણ દર્શન માટે આવે છે. આ કારણે આ જગ્યા હિંદુઓની સાથે મુસ્લિમો માટે પણ મહત્વની ગણાય છે. આ જ વાત આ જગ્યાને ખાસ બનાવે છે. 


 
ક્યારે જવું
પાવાગઢ જવા માટે ફેબ્રૂઆરીથી જૂન અને ઓક્ટોબરથી ડિસેમ્બરનો સમય સૌથી સારો ગણાય છે.
 
કેવી રીતે પહોંચશો
પાવાગઢથી લગભગ 50 કિમી, દૂર ગુજરાતના મુખ્ય શહેરોમાં વડોદરા છે. દેશના મોટા શહેરોમાંથી તમે ટ્રેન, બસ કે ફ્લાઈટ મારફતે અહીં પહોંચી શકો છો. વડોદરાથી કોઈ પણ પ્રાઈવેટ વ્હીકલની મદદથી કે પછી બસની મદદથી પાવાગઢ સરળતાથી જઇ શકો છો. 

આરતીનો સમય 
સવારે 5:00 વાગ્યે 
સાંજે 6:30 વાગ્યે
 
દર્શનનો સમય
24 કલાકમાંથી 22 કલાક માતાના દરવાજા દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહે છે. માત્ર શણગાર માટે બે કલાક દ્વાર બંધ કરવામાં આવે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Big Temple Pavagadh Temple Visit to Temple ટ્રાવેલ પાવાગઢ માતાના કરો દર્શન Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ