બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:46 PM, 2 January 2024
ADVERTISEMENT
વૈભવ, ઐશ્વર્ય અને સુખ માટે જવાબદાર ગ્રહ શુક્ર અને ગુરુ વચ્ચે ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. તેનો અર્થ એ કે, ગુરુ અને શુક્ર, જ્ઞાન અને સંપત્તિ માટે જવાબદાર ગ્રહો એકબીજાના 6ઠ્ઠા અને 8મા ભાવમાં આવશે. શુક્ર-ગુરુનો આ ષડાષ્ટક યોગ 3 જાન્યુઆરી 2024 ના રોજ થશે. જ્યોતિષની ગણતરી મુજબ ષડાષ્ટક યોગ સારો માનવામાં નથી આવતો. આવી સ્થિતિમાં શુક્ર અને ગુરુનો આ ષડાષ્ટક યોગ કેટલીક રાશિઓ માટે સારો નથી. આવી સ્થિતિમાં જાણો કઈ રાશિના લોકોએ ષડાષ્ટક યોગ દરમિયાન સાવધાન રહેવું પડશે.

ADVERTISEMENT
મેષ રાશિ
આ રાશિ પર ષડાષ્ટક યોગનો ખાસ પ્રભાવ પડશે. આ રાશિનાં જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પરિવારમાં સ્વાસ્થ્યને લઈને ચિંતાનું વાતાવરણ જોવા મળશે. ધંધામાં સાવધાની રાખો. વિવાહિત જીવનમાં સમસ્યાઓ જોવા મળી શકે.
કન્યા રાશિ
આ રાશિનાં જાતકો માટે ષડાષ્ટક યોગ સારો નથી માનવામાં આવી રહ્યો. વિવાહિત જીવનમાં સમસ્યાઓ જોવા મળી શકે. પૈસાની બાબતમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળશે. ધંધાનાં લાભમાં ઘટાડો જોવા મળશે.
ADVERTISEMENT

વાંચવા જેવું: વિક્રમ સંવત છોડીને ભારતે કેમ અપનાવ્યું વિદેશી કેલેન્ડર? કોણે કરી હતી આની શરૂઆત, જાણો રોચક તથ્ય
ADVERTISEMENT
મીન રાશિ
મીન રાશિનાં જાતકોએ ષડાષ્ટક યોગથી સાવધાન રહેવું જોઈએ. કાર્યમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. પ્રવાસ કરતી વખતે વિશેષ ધ્યાન રાખો. પરિવારમાં બાળકોનાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ધંધામાં રોકાણ કરતાં પહેલા વિચારી લો, સમસ્યા થઈ શકે છે. કાર્યસ્થળ પર કામને લઈને વિશેષ ધ્યાન રાખો.
કેવી રીતે બને છે ષડાષ્ટક યોગ
જ્યારે બે ગ્રહો એકબીજાના છઠ્ઠા અને આઠમા ભાવમાં આવે છે ત્યારે ષડાષ્ટક યોગ બને છે. ષડાષ્ટક યોગને જ્યોતિષમાં સારો માનવામાં નથી આવતો. ષડાષ્ટક યોગની અશુભ અસર જોવા મળે છે. ઘણી વખત આ યોગ શારીરિક, માનસિક અને આર્થિક જીવન પર પણ અસર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.