બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virendra sehwag slams 80 runs in 35 balls

ક્રિકેટ / VIDEO : વર્ષો બાદ મેદાન પર ઉતરેલા સેહવાગના તેવર એના એ જ, ધમાકેદાર ઇનિંગમાં ઠોક્યાં 80 રન

Published By: Nikul

Last Updated: 02:48 PM, 6 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ ફરી એકવાર જુના રંગમાં જોવા મળ્યો. તેણે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ચોથી મેચમાં તાબડતોડ ઈનિંગ રમી. સેહવાગે 35 બોલમાં 80 રન બનાવ્યા અને જેની મદદથી ઈન્ડિયા લેજન્ડ્સે બાંગ્લાદેશ લેજેન્ડ્સને 10 વિકેટથી હરાવવામાં મદદ મળી હતી.

  • સેહવાગે 35 બોલમાં 80 રન બનાવ્યા 
  • બાંગ્લાદેશ લેજેન્ડ્સને 10 વિકેટથી હરાવવામાં મદદ મળી 
  • વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેન્ડુલકરની જોડી શુક્રવારે જ્યારે રાયપુર સ્ટેડિયમમાં ઉતરી

110 રનનાં લક્ષ્યને 11મી ઓવરમાંજ  હાંસલ કરી લીધો 

ઈન્ડિયા લેજન્ડ્સે 110 રનનાં લક્ષ્યને 11મી ઓવરમાંજ હાંસલ કરી લીધો હતો. સેહવાગની સાથે ઈનિંગની શરુઆત કરનાર સચિન તેન્ડુલકરે 26 બોલમાં 33 રન બનાવ્યા. જ્યારે સેહવાગની વાત કરીએ તો તેણે ફક્ત 20 બોલમાં અર્ધશતક ફટકારી દીધો હતો.

 

પહેલીજ ઓવરમાં 19 રન બનાવી લીધા 

સેહવાગે છક્કાની સાથે તેનું અર્ધશતક પૂરું કર્યું હતું અને બાઉન્ડ્રીની સાથે તેણે ઈનિંગની શરુઆત કરી હતી. સેહવાગે પહેલીજ ઓવરમાં 19 રન બનાવી લીધા હતા. ત્યારબાદ તેણે 8 ચોક્કા અને 3 સિક્સર ફટકારીને હાફ સેન્ચ્યુરી બનાવી લીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌથી સફળ ઓપનિંગ જોડીમાંથી એક વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેન્ડુલકરની જોડી શુક્રવારે જ્યારે રાયપુર સ્ટેડિયમમાં ઉતરી ત્યારે દર્શકો તેમને જોઈને ઝુમી ઉઠ્યા હતા.

પાવરપ્લેમાં 74 રને પહોંચાડી દીધો

બંને બેટ્સમેનોએ ભારતનો સ્કોર પાવરપ્લેમાં 74 રને પહોંચાડી દીધો હતો અને બંનેએ 9 ઓવરમાં ભારતનો સ્કોર 100ની પાર પહોંચાડી દીધો હતો અને અંતમાં સેહવાગે 11મી ઓવરમાં સિક્સર ફટકારીને ભારતને બાંગ્લાદેશ લેજન્ડ્સ સામે 10 વિકેટ્સથી જીતાડવામાં મદદ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket t-20 cricket virendra sehwag ક્રિકેટ ટી 20 ક્રિકેટ વિરેન્દ્ર સેહવાગ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ