બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli will play odi format asia cup after 9 long year

Asia Cup 2023 / 9 વર્ષ બાદ Asia Cupમાં વિરાટ કોહલીની એન્ટ્રી, આ મોટો રેકોર્ડ હશે દાવ પર, જાણો શું

Bijal Vyas

Last Updated: 10:44 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2023માં વિરાટ કોહલીના પ્રદર્શન પર બધાની નજર છે. કોહલી 9 વર્ષ બાદ વનડે ફોર્મેટના એશિયા કપમાં વાપસી કરવા જઈ રહ્યો છે.

  • ODI ફોર્મેટના એશિયા કપમાં કોહલી 9 વર્ષ બાદ રમશે
  • વિરાટ કોહલી છેલ્લે વર્ષ 2014માં 50 ઓવરના એશિયા કપમાં રમ્યો હતો
  • વિરાટે અત્યાર સુધી 275 વનડે રમી છે

Asia Cup 2023: એશિયા કપ 2023નું બ્યુગલ વાગી ગયું છે. દરેક લોકો હવે માત્ર 2જી સપ્ટેમ્બરની જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ તારીખે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે અને પાકિસ્તાન રોહિતની પલ્ટન સામે હશે. આ શાનદાર મેચમાં અથવા કહીએ કે આખી ટૂર્નામેન્ટમાં દરેકની નજર એક ખેલાડી પર રહેશે અને તે ખેલાડીનું નામ છે વિરાટ કોહલી. ODI ફોર્મેટના એશિયા કપમાં કોહલી 9 વર્ષ બાદ પોતાનો સ્ટેમિના બતાવવા માટે મેદાનમાં ઉતરશે.

કોહલીએ સિલેક્ટર્સને કહી દીધું...', વિરાટની ટીમમાં વાપસીને લઈને મોટા અપડેટ |  cricket star virat kohli talk to selectors and came back to team india asia  cup

વિરાટ કોહલીની 9 વર્ષ બાદ વાપસી
વિરાટ કોહલી છેલ્લે વર્ષ 2014માં 50 ઓવરના એશિયા કપમાં રમ્યો હતો. વિરાટે તે વર્ષે બેટથી હંગામો મચાવ્યો હતો અને તે શિખર ધવન પછી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. કોહલીના બેટએ 4 મેચમાં 63ની એવરેજ અને 102ના સ્ટ્રાઈક રેટથી 189 રન બનાવ્યા. વર્ષ 2018 માં, કોહલી વર્કલોડને કારણે એશિયા કપમાં ભારતીય ટીમનો ભાગ નહોતો અને તેની જગ્યાએ રોહિત શર્માને સ્થાન આપવામાં આવ્યું હતું.

વિરાટ કોહલી વર્ષ 2016 અને 2022માં એશિયા કપ રમ્યો હતો, પરંતુ તે સમયે ટૂર્નામેન્ટનું ફોર્મેટ 20 ઓવરનું હતું. એટલે કે ODI ફોર્મેટના એશિયા કપમાં વિરાટ કોહલી 9 વર્ષ બાદ મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં, કિંગ કોહલી ચોક્કસપણે ફરી એકવાર તેના બેટની ચમક બતાવશે.

વિરાટ કોહલીએ ફરી દેખાડી નિઃસ્વાર્થ વૃત્તિ: ફરી વાર આ ખેલાડી માટે છોડી દીધી  પોતાની બેટિંગ પોઝિશન | virat kohli let ishan kishan bat at no 3 in his  debut t20i series against ...

102 રન બતાવે છે કે મેળવશે ખાસ સ્થાન 
વિરાટ કોહલીને ODI ક્રિકેટમાં 13,000 રન પૂરા કરવા માટે માત્ર 102 રનની જરૂર છે. કોહલીના તાજેતરના ફોર્મ અને ટૂર્નામેન્ટમાં તેના રેકોર્ડને જોતા કહી શકાય કે વિરાટ આ રેકોર્ડ ખૂબ જ સરળતાથી હાંસલ કરી લેશે. વિરાટે અત્યાર સુધી 275 વનડે રમી છે જેમાં તેણે 265 ઇનિંગ્સમાં 57ની એવરેજથી 12,898 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 46 સદી અને 65 અડધી સદી ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ