ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli told the reason behind why he did not show his daughter vamika face

Viral / વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સના સવાલોના આપ્યા જવાબ, જણાવ્યું ક્યારે બતાવશે દીકરીનો ચહેરો

Published By: Noor

Last Updated: 10:02 AM, 30 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શનિવાર એટલે કે (29 મે)એ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકો સાથે વાતચીત કરી હતી. ચાલો જાણીએ તેના વિશે.

ADVERTISEMENT

  • વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સના સવાલોના આપ્યા જવાબ
  • વિરાટે પોતાના ચાહકો સાથે વાતચીત કરી હતી
  • વિરાટે જણાવ્યું ક્યારે તેમની દીકરીનો ચહેરો જોવા મળશે

આ વાતચીત દરમિયાન ચાહકોએ વિરાટને ઘણાં સવાલો પૂછ્યા. જેના વિરાટે એક પછી એક જવાબ આપ્યા. ઘણાં યુઝર્સે તેને દીકરી વામિકાથી સંબંધિત પ્રશ્નો પણ પૂછ્યા. ચાહકો જાણવા માગતા હતા કે વિરાટ-અનુષ્કાએ અત્યાર સુધી લોકોને વામિકાનો ચહેરો કેમ નથી બતાવ્યો. આ સિવાય ચાહકોએ વામિકાનો અર્થ પણ પૂછ્યો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલીએ આ પાછળનું કારણ જણાવતા કહ્યું કે, 'એક કપલ તરીકે અમે અમારી દીકરીને ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રાખવાનું નક્કી કર્યું છે જ્યાં સુધી તેને સોશિયલ મીડિયાની સમજ ન આવે અને જ્યાં સુધી તે પોતાના માટે પસંદ કરવા જેવી ન થઈ જાય. વિરાટે દીકરીના નામનો અર્થ પણ જણાવ્યો અને કહ્યું વામિકા દુર્ગાનું બીજું નામ છે.

તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા કોરોનાની બીજી લહેરમાં દેશની જનતાને મદદ કરી રહ્યા છે. બંનેએ કોવિડ 19 રાહત માટે ફંડ એકત્ર કર્યું. જેના કારણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવી રહી છે. આ દરમિયાન આ વિરૂષ્કાએ સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી નામના દુર્લભ રોગથી પીડિત નાના બાળક અયાંશ ગુપ્તાનું જીવન બચાવી લીધું. બાળકને દુનિયાની સૌથી મોંઘી દવા જોલ્જેન્સ્માની જરૂર હતી, જેની કિંમત આશરે 16 કરોડ રૂપિયા હતી. કોહલી હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત છે. આવતા મહિને તેના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ માટે ઇંગ્લેન્ડ રવાના થશે અને યજમાનો સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.

સંકળાયેલા મુદ્દાઓ

Reason Virat Kohli daughter face Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ