બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli amit mishra team india selectors coach anil kumble fitness selection

ક્રિકેટ / આ ક્રિકેટરે કહ્યું, કોહલી સાથે વાત કરી હતી છતાં મને ટીમમાંથી ખબર નહીં કેમ બહાર કર્યો

Ravi

Last Updated: 09:05 PM, 11 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના લેગ સ્પિનર અમિત મિશ્રાએ જણાવ્યું કે ખબર નહિ કેવી રીતે ટિમ ઇન્ડિયા માંથી બહાર કર્યો મને. અમિત મિશ્રાને ફેબ્રુઆરી 2017 બાદ ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી નથી.

અમિત મિશ્રાએ જણાવ્યું , ' મેં કેપ્ટન વિરાટ કોહલી સાથે પર આના વિશે વાત કરી હતી. વિરાટ કોહલીએ કહ્યું કે તેઓ નેશનલ સિલેક્ટર્સ સાથે આ વિષય પર વાત કરશે.
 

અમિત મિશ્રાએ જણાવ્યું કે ભારતની મુશ્કેલી સમયમાં મેં સારુ પ્રદર્શન કર્યું હતું, પરંતુ આજસુધી મને ખબર નથી પડી કે ઇન્ડિયન ટીમમાં વાપસી કેમ કરી શકાયો નહિ.

અમિત મિશ્રાએ કહ્યું, 'વર્ષ 2017 માં ઇંગ્લેન્ડ ટિમની સામે ત્રીજી ટી-20  મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો,  જે બાદ ટિમ ઇન્ડિયાથી બહાર થવું પડ્યું હતું.

અમિત મિશ્રાએ જણાવ્યું કે જયારે હું ઈજાગ્રસ્ત થયો તે સમયે અમારા કોચ અનિલ કુંબલે હતા, તેઓએ મને કહ્યું હતું કે તું જાતે ફિટ થા અને ફરી વાપસી કર. અમિત મિશ્રાએ કહ્યું, 'જયારે હું ફિટ થયો ત્યારે સિલેક્ટર્સ સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેઓએ કોઈ જવાબ આપ્યો નહિ.'


મિશ્રાએ કહ્યું, 'ટિમમાં એક નિયમ હતો કે જો કોઈ ઈજાગ્રસ્ત થાય અને બહાર થાય તો તે ટિમમાં વાપસી કરશે. ઋદ્ધિમાન સહા ઈજાગ્રસ્ત થતા દોઢ વર્ષ સુધી ટિમ માંથી બહાર રહ્યો હતો અને તે બાદ વાપસી કરી હતી. 'મને નથી ખબર કે મારી સાથે આવું કેમ થયું.'

સંકળાયેલા મુદ્દાઓ

Amit Mishra Anil Kumble Cricket Sports News Virat Kohli sports
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ