બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat and ben stocks fights on fourth test first day

ક્રિકેટ / IND vs ENG : સિરાજ માટે બેન સ્ટોક્સ સાથે બાખડ્યો વિરાટ, એમ્પાયરોએ વચ્ચે પડવુ પડ્યુ

Published By: Nikul

Last Updated: 01:51 PM, 4 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોથી ટેસ્ટનાં પહેલા દિવસે વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ મેદાન વચ્ચે બાખડી પડ્યા. આ ઘટના મેચનાં પહેલા સેશનમાંજ જોવા મળી. 13મી ઓવરની પહેલી બોલ પર સિરાજે ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રુટને આઉટ કરી દીધો. રુટનાં આઉટ થયા બાદ બેન સ્ટોક્સ બેટીંગ કરવા ઉતર્યો. ઓવર ખતમ થયા બાદ બેન સ્ટોક્સે સિરાજને કંઈક કહ્યું.

  • પહેલા સેશનમાંજ વિરાટ સ્ટોક્સ બાખડી પડ્યા
  • અગાઉ પણ ઘણી વાર વિરાટ સ્ટોક્સ વચ્ચે બોલાચાલી થઈ છે
  • 2016માં સ્ટોક્સનાં ખાતામાં આઈસીસીએ ડિમેરિક અંક જોડી દિધો હતો

 બેન સ્ટોક્સે સિરાજને કંઈક કહ્યું

વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ મેદાન પર એકબીજાને સ્લેજ કરવાનો કોઈ મોકો નથી છોડતા. ચોથી ટેસ્ટનાં પહેલા દિવસેજ વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ મેદાન વચ્ચે બાખડી પડ્યા હતા. આ ઘટના મેચનાં પહેલા સેશનમાં જોવા મળી હતી. 13મી ઓવરની પહેલી બોલ પર સિરાજે ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રુટને આઉટ કરી દીધો હતો. રુટનાં આઉટ થયા બાદ બેન સ્ટોક્સ બેટીંગ કરવા ઉતર્યો. ઓવર ખતમ થવા બાદ બેન સ્ટોક્સે સિરાજને કંઈક કહ્યું.

કોહલી અને સ્ટોક્સ વચ્ચે બોલાચાલી જોવા મળી

ત્યારબાદ ડ્રિંક્સ બ્રેક બાદ કેપ્ટન કોહલી અને સ્ટોક્સ વચ્ચે બોલાચાલી જોવા મળી. બંનેની વચ્ચે ઘણી લાંબી બોલાચાલી જોવા મળી હતી. પછી મેદાનમાં એમ્પાયરો વિરેન્દ્ર શર્મા અને નિતિન મેનને વચ્ચે આવીને મામલાને શાંત કર્યો. ત્યારબાદની ઓવરોમાં પણ સ્ટોક્સે સિરાજને સ્લેજ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

સ્ટોક્સે તેને હાથ દેખાડીને રોકી લીધો હતો

તે પહેલા અમદાવાદની ત્રીજી ટેસ્ટમાં પણ વિરાટ અને સ્ટોક્સ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી. ટેસ્ટ મેચમા  ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ દરમિયાન બેન સ્ટોક્સ બેટીંગ કરી રહ્યો હતો અને રવિચંદ્રન અશ્વિનનાં હાથમાં બોલ હતો. અશ્વિન જેવો આગળ વધ્યો સ્ટોક્સે તેને હાથ દેખાડીને રોકી લીધો હતો. સ્ટોક્સની આ હરકતથી અશ્વિનનું ધ્યાન ભંગ થઈ ગયુ અને સ્ટોક્સે જ્યારે અશ્વિનને રોકી લીધો સ્લીપમાં ઉભેલા વિરાટ કોહલી સ્ટોક્સની નજીક આવ્યો અને તેને સમય બરબાદ ના કરવાની શીખ આપી. 2016માં મોહાલી ટેસ્માં પણ કોહલી અને સ્ટોક્સ એકબીજા સાથે બાખડી પડ્યા હતા જે આજે પણ લોકોને યાદ છે.

ભારતે ઈંગ્લેન્ડને 4-0થી હાર આપી હતી

તે ટેસ્ટનાં પહેલા દિવસે સ્ટોક્સ આઉટ થયા બાદ પેવિલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે કોહલી સાથે બાખડી પડ્યો હતો. જ્યારે બીજા દિવસે ટીમ ઈન્ડિયા બેટીંગમાં હતી ત્યારે વિરાટ કોહલીની વિટેક બેન સ્ટોક્સે જ લીધી હતી. કોહલીનાં આઉટ થયા બાદ સ્ટોક્સે મોઢા પર આંગળી રાખીને તેને સેન્ડ ઓફ આપ્યો હતો. તે ટેસ્ટ બાદ સ્ટોક્સને આઈસીસી તરફથી ફટકાર મળી હતી અને તેનાં ખાતામાં એક ડિમેરિટ અંક જોડી દેવામાં આવ્યો હતો. 2016ની તે સિરીઝમાં ભારતે ઈંગ્લેન્ડને 4-0થી હાર આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket INDvsENG Virat Kohli ben stocks test match ક્રિકેટ ટેસ્ટ મેચ બેન સ્ટોક્સ વિરાટ કોહલી Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ