બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Viral Video Tremble Hospital in earthquake nurses saved newborn babies lives

વાયરલ વીડિયો / રામ રાખે તેને... ભૂકંપમાં ધ્રૂજી હોસ્પિટલ, નર્સોએ જીવ જોખમમાં મુકીને બચાવ્યો નવજાત બાળકોનો જીવ

Priykant Shrimali

Last Updated: 05:34 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા બુધવારે આખું તાઇવાન જોરદાર ભૂકંપથી હચમચી ગયું હતું. ઘણી ઉંચી ઈમારતો ધરાશાયી થઈ અને ઘણા લોકોના મોત પણ થયા. આ દરમિયાન, એક હોસ્પિટલની નર્સોએ હૃદય સ્પર્શી કામ કર્યું. પોતાના જીવની પરવા કર્યા વિના તેણે હોસ્પિટલમાં હાજર નવજાત શિશુઓનો જીવ બચાવ્યો.

તાજેતરનાં દિવસોમાં દુનિયાના કેટલાક દેશોમાં ભૂકંપની ઘટનાઓ જોવા મળી છે. આમ તો નાના-નાના ભૂકંપથી કઈ ખાસ ફરક પડતો નથી પણ ભૂકંપ મોટો અને જોરદાર હોય તો આખા શહેરને બરબાદ કરી નાખે છે. તાઇવાનમાં ગયા બુધવારે એક વિનાશકારી ભૂકંપ આવ્યો જેની તીવ્રતા 7.2 માપવામાં આવી. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે ઉંચી ઇમારતો પણ ધરાશાઈ થઇ ગઈ. એટલું જ નહિ જાપાનનાં 2 આઇલેન્ડ્સ પર સુનામી પણ આવી હતી.

આમ તો ભૂકંપ આવવાથી લોકો પોતાના ઘરમાંથી ભાગવામાં વ્યસ્ત હતા પણ કેટલાક લોકો એવા પણ હતા કે જે બીજાનો જીવ બચાવવામાં મદદ કરતા હતા. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ભૂકંપ પછી હોસ્પિટલમાં કામ કરતી નર્સ ઝડપથી તે રૂમમાં આવે છે જ્યાં નવજાત બાળકોને રાખવામાં આવ્યા હતા. પોતાના જીવની પરવા કર્યા વિના, તેણે સ્ટ્રોલરને પકડી રાખ્યું જેથી બાળકોને નુકસાન ન થાય.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે હોસ્પિટલના તે રૂમમાં ત્રણ નર્સ પહેલેથી જ હાજર હતી, જે બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, જ્યારે ભૂકંપ આવતાની સાથે જ બીજી નર્સ ઝડપથી દોડી આવી અને તેણે પણ અન્ય નર્સોની સાથે મદદ કરવાનું શરૂ કર્યું. નર્સોની હિંમત અદ્ભુત છે કે તેઓએ પોતાના જીવની પરવા ન કરી અને બાળકોને બચાવવાનું કામ કર્યું.

 

આ હૃદયસ્પર્શી વિડિયો સોશિયલ મીડિયાપ્લેટફોર્મ X પર @IamNishantSh નામની IDથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'ભૂકંપ દરમિયાન બાળકોની સુરક્ષા કરતી તાઇવાનની નર્સો. આજે મેં ઇન્ટરનેટ પર જોયેલા સૌથી સુંદર વિડિયોમાંથી આ એક છે. આ બહાદુર મહિલાઓને સલામ.

વધુ વાંચો: આતંકી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું મોસ્કો, 60થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ, ISISએ સ્વીકારી જવાબદારી

માત્ર 31 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ 40 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને બે હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે. યુઝર્સ નર્સોના વખાણ કરતાં થાકતા નથી. લોકો કહે છે કે આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake Hospital Powerful Earthquake taiwan જોરદાર ભૂકંપ તાઇવાન તાઇવાનમાં ભૂકંપ હોસ્પિટલ Viral Video
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ