બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ISIS claimed responsibility for the death of 60 people in a terrorist attack in the Russian capital Moscow

આતંકી હુમલો / Moscow Terror Attack: આતંકી હુમલાથી ધ્રૂજી ઉઠ્યું મોસ્કો, 60થી વધુ લોકોના મોત, અનેક ઘાયલ, ISISએ સ્વીકારી જવાબદારી

Vishal Khamar

Last Updated: 07:52 AM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ISISએ લીધી છે. ISISની ન્યૂઝ એજન્સી અમાકે ટેલિગ્રામ પર હુમલાના સંદર્ભમાં ટૂંકું નિવેદન જારી કરીને મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં ફાયરિંગની જવાબદારી લીધી છે.

રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ISISએ લીધી છે. ન્યુઝ એજન્સીનાં જણાવ્યા મુજબ ISISની ન્યૂઝ એજન્સી અમાકે ટેલિગ્રામ પર હુમલાના સંદર્ભમાં ટૂંકું નિવેદન જારી કરીને મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં ફાયરિંગની જવાબદારી લીધી છે.

રિપોર્ટ અનુસાર, ISIS ન્યૂઝ એજન્સીએ આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે, પરંતુ તેનાથી સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી. ISIS એ કહ્યું છે કે તેણે મોસ્કોની બહારના ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ સભા પર હુમલો કર્યો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા.

શુક્રવારે રાત્રે ક્રોકસ સિટી હોલમાં કોન્સર્ટ શરૂ થવાનો હતો અને ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પછી કેટલાક સશસ્ત્ર વ્યક્તિઓએ "ઓટોમેટિક હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો". ત્યાં ગ્રેનેડ પણ ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે આગ લાગી હતી. આ આતંકી હુમલામાં 40 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

રશિયાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આતંકવાદી હુમલામાં સ્થળની છત આંશિક રીતે પડી ગઈ છે. રશિયન રોક બેન્ડ 'પિકનિક' પરફોર્મ કરવા જઈ રહ્યું હતું ત્યારે હુમલાખોરોએ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરોની સંખ્યા 5 હોવાનું કહેવાય છે.

અંધાધૂંધ ગોળીબાર શરૂ થતાં જ લોકો ભયથી ચીસો પાડવા લાગ્યા અને ત્યાંથી ભાગવા લાગ્યા. આ ઘટના સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે ખૂબ જ ડરામણા અને ભયાનક છે. લોકો પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી રહ્યા હતા, ઘટના સ્થળે આગ લાગી હતી.

વધુ વાંચોઃ માલદીવના રાષ્ટ્રપતિની હોશિયારી નીકળી, 'ઈન્ડિયા આઉટ'નું સુરસુરિયું થઈ ગયું, ફેલાવ્યો હાથ

જો કે, આ આતંકી હુમલા બાદ રશિયન સુરક્ષા દળો, રાહત અને બચાવ ટીમો એક્શનમાં આવી અને ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ