બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Viral / VIDEO : કપલની છૂટી ગઈ શરમ, હનીમૂનનો વીડિયો થયો વાયરલ, બોલ્યાં- 'લોકો ભલે જોતાં'

Viral / VIDEO : કપલની છૂટી ગઈ શરમ, હનીમૂનનો વીડિયો થયો વાયરલ, બોલ્યાં- 'લોકો ભલે જોતાં'

Published By: Nidhi Panchal

Last Updated: 11:47 AM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ક્યૂટ હનીમૂન વીડિયો ચર્ચામાં છે, જેને જોઈને લોકો દીવાના બની રહ્યા છે. મનાલીમાં મનાવવામાં આવેલી આ રોમેન્ટિક રાતે લાખો લોકોના દિલ જીતી લીધા છે.

સોશિયલ મીડિયા એ એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઈને ખબર નથી હોતી કે ક્યારે કઈ વસ્તુ વાયરલ થઈ જશે. આજે એક કપલનો હનીમૂન વીડિયો લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી રહ્યો છે. આ વીડિયો કપલે પોતે જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, સાથે કેપ્શન લખ્યું હતું – “Honeymoon Night in Manali”. થોડા જ સમયમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો અને લોકો તેને ખૂબ પસંદ કરવા લાગ્યા.

honeymoon

વીડિયો મુજબ, લગ્ન પછી પતિ-પત્ની મનાલીના સુંદર નજારાઓ વચ્ચે હનીમૂન માણવા માટે પહોંચ્યા હતા. તેઓ એક સુંદર હોટલમાં રોકાયા હતા. હોટલમાં પહોંચ્યા બાદ રાત્રે બંનેએ એક રોમેન્ટિક વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. સવારે ઊઠતાં જ બંનેએ જોયું કે વીડિયો વાયરલ થઈ ગયો છે. આ ખુશીની સાથે બંનેએ ફેન્સનો આભાર પણ માન્યો.

app promo2

‘Happy Honeymoon Love’

આ વીડિયોમાં જોવા મળે છે કે કપલ માટે હોટલ રૂમને ખૂબ જ રોમેન્ટિક રીતે સજાવવામાં આવ્યો છે. બેડ પર ફૂલોથી ‘Happy Honeymoon Love’ લખેલું છે, ચારેબાજુ લાલ ગુલાબની પાંખડીઓ ફેલાવવામાં આવી છે, મીણબત્તીનો પ્રકાશ રૂમને વધુ આકર્ષક બનાવી રહ્યો છે, સાથે ટેબલ પર શેમ્પેનની બોટલ અને બે ગ્લાસ રાખેલા છે. આ સુંદર સરપ્રાઈઝ જોઈને પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે અને પોતાના પતિ માટેના પ્રેમમાં ડૂબી જાય છે. તે પોતાના પતિનો આભાર માને છે કે તેમણે આ રાત્રિને જીવનભર યાદ રહે તેવી બનાવી.

વીડિયોમાં આગળ શું છે?

આગળ વીડિયોમાં દેખાય છે કે બંને સોફા પર બેસીને કેક કાપે છે, કેન્ડલ લાઈટમાં શેમ્પેન ખોલે છે અને એકબીજા સાથે આ પળો માણે છે. તેમની ખુશીઅને પ્રેમાળ વાતચીત વીડિયોને વધુ ખાસ બનાવી દે છે. કપલના ચહેરા પર દેખાતી ખુશી જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે પણ કોમેન્ટ્સમાં પ્રેમ વરસાવ્યો.

આ પણ વાંચો : VIDEO: હવામાં પ્લેન સાથે અથડાયું વિશાળ પક્ષી, કોકપિટના બે ફાડિયા, વીડિયો ખૌફનાક

આ વીડિયો ભલે ગયા વર્ષનો હોય, પરંતુ હવે ફરીથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને લાખો વ્યૂઝ મળી રહ્યા છે, સાથે હજારો લાઈક્સ અને શેર પણ મળી રહ્યા છે. લોકો કોમેન્ટ્સમાં પત્નીને ‘ભાગ્યશાળી’ કહી રહ્યા છે કે તેને આટલો પ્રેમાળ પતિ મળ્યો છે. ઘણા યુઝર્સે તો આ વીડિયો જોઈને પોતાના હનીમૂન માટે આઈડિયા લેવાનું પણ શરૂ કરી દીધું છે. મનાલીની ઠંડી હવા, સુંદર દ્રશ્યો અને પ્રેમથી ભરેલી આ રાતે લોકોના દિલ જીતી લીધા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

romantic night honeymoon video Manali couple

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ