ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / VIDEO See anyones WhatsApp Status, the other person will not even know

Whatsapp Tricks / VIDEO: કોઈનું પણ WhatsApp Status જુઓ, સામેવાળાને ખબર પણ નહીં પડે

Published By: Megha

Last Updated: 03:01 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોના લાઇફની અપડેટ તેમના WhatsApp સ્ટેટ્સ જોઈને મળે છે પણ કોઈ વખત એવું બને કે કોઈનું સ્ટેટ્સ જોવા માંગતા હોઈએ પણ એ વ્યક્તિને ખબર ન પડે એ રીતે, જાણો આ WhatsAppની ટ્રિક વિશે..

ADVERTISEMENT

આપણે મેસેજ કરવાથી લઈને ફોટો-વિડિયો મોકલવા માટે આપણે બધા WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર આપણે ઈચ્છતા હોઈએ છીએ કે આપણે કોઈનું WhatsApp સ્ટેટસ જોઈએ, પણ સામેના વ્યક્તિને એની ખબર ન પડવી જોઈએ કે આપણે તેમનું સ્ટેટસ જોયું છે. 

વોટ્સએપની આવી ઘણી ટ્રિક્સ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એવી જ એક સિક્રેટ ટ્રિક છે જેના દ્વારા તમે કોઈને પણ ખબર ન પડે એ રીતે એટલે કે ચોરી છૂપે કોઈના પણ વોટ્સએપ સ્ટેટસને જોઈ શકશો. વોટ્સએપમાં વ્યૂડ બાય કરીને લિસ્ટમાં આપણે એવા યુઝર્સની માહિતી મળે છે જેમણે આપણું WhatsApp સ્ટેટસ જોયું છે, પણ તમે આ લિસ્ટમાં દેખાયા વિના કોઈનું વોટ્સએપ સ્ટેટસ જોવા માંગો છો તો તમે ત્રણ ટ્રિકની મદદથી આ કરી શકો છો.

પહેલી ટ્રિક એ છે કે તમે રિડ રિસીપ્ટ બંધ કરી દો અને આ માટે 
તમારા સ્માર્ટફોનમાં WhatsApp ખોલો. 
તમને ત્રણ ડોટનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો. 
હવે સેટિંગ્સમાં એકાઉન્ટ્સ ઓપ્શન પર જાઓ અને પ્રાઇવસી પર ક્લિક કરો. 
અહીંથી તમે રીડ રિસિપ્ટ્સનો ઓપ્શન બંધ કરો 

બીજી ટ્રિક એ લોકો માટે છે જે કમ્પ્યુટર કે લેપટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરે છે, 
આ માટે સૌથી પહેલા લેપટોપ અથવા પીસી પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તેમાં Incognito ટેબ ઓપન કરો 
whatsapp web ખોલીને ડિવાઇસને લિંક કરો 
એકવાર લોગ ઇન થઈ ગયા પછી, સ્ટેટસ આઇકોન પર ક્લિક કરો અને સ્ટેટસ લોડ થવા દો.
આ પછી ઇન્ટરનેટ બંધ કરી દો અને એ બાદ ઑફલાઇન મોડમાં તમે સ્ટેટસ ચેક કરી શકો છો. 

વધુ વાંચો: WhatsApp પર આ ભૂલો કરવાથી એકાઉન્ટ પર લાગી શકે છે પ્રતિબંધ, જો-જો તમે આવું કરતા!

આ સિવાય એન્ડ્રોઇડ યુઝર્સ ફાઇલ મેનેજર દ્વારા પણ સ્ટેટ્સ ચેક કરી શકે છે 
આ માટે તમારે ફાઇલ મેનેજર ઓપન કરીને તમારે ઇન્ટરનલ સ્ટોરેજ પર જવું પડશે. 
પછી WhatsApp પર જાઓ અને મીડિયા/ સ્ટેટસ પર ટેપ કરો. 
ઘણા ફોનમાં ઇન્ટરનલ સ્ટોરેજ માં Android .. તેમાં મીડિયા પછી com.whatsapp અથવા WhatsApp પર જઈને મીડિયા પર ક્લિક કરવાથી જોવા મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp WhatsApp Update Whatsapp Tricks hide my whatsapp status whatsapp status whatsapp status update Whatsapp Tricks

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ