બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / video, Rajula's BJP MLA, Hira Solanki,viral video, Threat, police.

રાજુલા / VIDEO: પોલીસ સ્ટેશનમાં જઈને પટ્ટા ઉતારી નાંખીશ, વોર્નિંગ આપતો જાઉં છું, સાહેબની કહી દેજો' : ભાજપ નેતાની પોલીસને ધમકી

Kishor

Last Updated: 10:36 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજુલાના ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીનો વીડીયો વાયરલ થયો છે જે વીડીયોમાં હીરા સોલંકી પોલીસને ધમકી આપતા હોવાનું નજરે પડે છે.

  • અમરેલી-રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીનો વીડીયો વાયરલ 
  • પોલીસને આપી પટ્ટા ઉતારી લેવાની ધમકી
  • વિડોયો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો

ભાજપ નેતાની દાદાગીરીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. અમરેલી-રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ હીરા સોલંકી પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કર્મીને ધમકી આપી હોવાનો વીડીયો વાયરલ થયો છે. આ વિડીયો ડુંગર પોલીસ મથકનો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. હાલ સોશિયાલ મીડિયામાં વહેતો થયેલો આ વિડોયો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોવાથી ગુજરાતમાં જાણે નેતાઓની દાદાગીરીની વાત નવાઈ ન હોય તેવું લાગી રહ્યું છે. 

પોલીસ કર્મીને પટ્ટા ઉતારી લેવાની ધમકી આપી
રાજુલા તાલુકાના સાજણાવાવ ગામે જુગારની મહેફિલ જામી જામી હતી જયા પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન જુગાર રમતા યુવાનો પાસેથી પોલીસે રૂપિયા માંગ હોવાનો યુવાનોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે જાણ થતાં રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ હીરા સોલંકી પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. જ્યાં હીરા સોલંકી લાલધુમ થાય હતા અને રોષે ભરાયેલ ભાજપ નેતા સયંમ ખોય બેઠા હતા.જયા ડુંગર પોલીસ મથકના આ વીડીયોમાં હીરા સોલંકી જણાવી રહ્યા છે કે, 'વોર્નિંગ આપતો હોવ છું સાહેબને કહેજો' તેમ કહી પોલીસ કર્મીને પટ્ટા ઉતારી લેવાની ધમકી આપી હતી. 

પકડાયેલ શખ્સોને રૂપિયા આપવાની ના પાડી
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તેમાં પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી તમામ લોકોની વચ્ચે પકડાયેલ શખ્સોને રૂપિયા આપવાની ના પાડી રહ્યા છે. તમારે જયા સુધી આ લોકોને રાખવા હોય ત્યાં સુધી રાખો એમ કહી પોલીસ સાથે દાદાગીરી કરી હતી છતાં પણ પોલીસકર્મી પણ સાહેબ.. પણ સાહેબ.. કરી રહ્યા હોવાનું વીડીયોમાં દ્રશ્યમાન થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ