ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : ગીરા ધોધનો ધોધનો નયનરમ્ય નજારો, જોઈને તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે!
Last Updated: 01:19 PM, 28 September 2025
ADVERTISEMENT
ડાંગ જિલ્લામાં ગતરાત્રે વાવાઝોડા સાથે મોસળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગિરા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગિરા નદી ઉપર આવેલું પ્રખ્યાત ગિરા ધોધ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. જેના કારણે સ્થાનિકોને સતર્ક રહેવા તંત્રએ સૂચના આપી છે.
ADVERTISEMENT
ગિરા ધોધ તેની કુદરતી સુંદરતા માટે ઓળખાય
ડાંગ જિલ્લાની ધરતી પર વસેલો ગિરા ધોધ તેની કુદરતી સુંદરતા માટે ઓળખાય છે. પરંતુ સતત વરસાદના કારણે તેનો પ્રવાહ અનેકગણો વધી ગયો છે. હાલ વીકએન્ડ હોઈ અને પ્રવાસી ઋતુ શરૂ થતા અનેક લોકો ધોધના દર્શન માટે આવવા નીકળ્યા છે. જોકે તંત્રએ લોકો ને અપીલ કરી છે કે તે સાવચેતી રાખે અને ધોધ નજીક ન જાય.
ADVERTISEMENT
ડાંગમાં ભારે વરસાદથી ગીરાધોધ ફરી સક્રિય થયો#dang #saputara #girawaterfall #gujaratrain #nature #VTVDigital pic.twitter.com/v69pGhUbbH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 28, 2025
નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જવાની શકયતા
ADVERTISEMENT
અત્યંત ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના ગણદેવી અને બીલીમોરા વિસ્તારમાં પણ પાણીની સ્થિતિ ગંભીર બની રહી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસી જવાની શકયતા ઊભી થતા સ્થાનિક પ્રશાસને એલર્ટ જાહેર કર્યો છે. લોકો પાસે અનિવાર્ય હૉઈ ત્યારે જ ઘરમાંથી બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ હોર્ડિંગ તૂટ્યા, વૃક્ષ ધરાશાયી, નવરાત્રિ સમયે મિની વાવાઝોડા જેવો માહોલ, ખેલૈયાઓની મજા બગડી
ADVERTISEMENT
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાકમાં વધુ વરસાદની શક્યતા જણાઈ રહી છે. તંત્ર સતત સ્થિતિ ઉપર નજર રાખી રહી છે અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. પ્રવાસીઓ અને સ્થાનિકોએ સહયોગ આપવા તાકીદ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.