બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / હોર્ડિંગ તૂટ્યા, વૃક્ષ ધરાશાયી, નવરાત્રિ સમયે મિની વાવાઝોડા જેવો માહોલ, ખેલૈયાઓની મજા બગડી

photo-story

6 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / હોર્ડિંગ તૂટ્યા, વૃક્ષ ધરાશાયી, નવરાત્રિ સમયે મિની વાવાઝોડા જેવો માહોલ, ખેલૈયાઓની મજા બગડી

Last Updated: 12:23 PM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગની આગાહીના પગેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. નવરાત્રીનાં દિવસે જ વરસાદી માહોલ છવાતા ખેલૈયાઓને રંગમાં ભંગ પડ્યો હતો.

1/6

photoStories-logo

1. સુરતમાં છઠ્ઠે નોરતે વરસાદ બન્યો વિઘ્ન

સુરતમાં છઠ્ઠા નોરતે વરસાદ વિધ્ન બન્યો હતો. ચાલુ વરસાદે ખેલૈયાઓ વરસાદી માહોલમાં ગરબે ઘુમ્યા હતા. માંડવીના કરંજ ખાતે વરસાદમાં ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતા. વરસાદે ખેલૈયાઓની મજા બગાડતા નારાજગી જોવા મળી હતી. ઓલપાડના કુડસદ ગામે વરસાદ શરૂ થતા ગરબા બંધ કરાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. છોટાઉદેપુરમાં નવરાત્રી મહોત્સવ વચ્ચે વરસાદ

છોટા ઉદેપુરમાં નવરાત્રી મહોત્સવ વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો. નગરમાં ચાલુ વરસાદે પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. વરસાદ વિધ્ન બન્યો પણ ખેલૈયાઓનો જુસ્સો ઘટ્યો નહી. નગરના મેન હાઈવે સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આદિવાસી પંથકમાં રાતે વાવાઝોડાએ વિનાશ વેર્યો

નવસારીના આદિવાસી પંથકમાં રાતે વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. વાંસદાના સીણધઈ ગામના હોલીમોરા ફળિયામાં મોટા નુકસાન થવા પામ્યું હતું. વાવાઝોડા સાથે વરસાદ વરસતા રસ્તા પર વૃક્ષો ધરાશાયી થઈ હતી. વાવાઝોડા બાદ વાંસદા માર્ગ મકાન વિભાગ સહિતના વિભાગો કામે લાગ્યા હતા. માર્ગ મકાન વિભાગે રાત્રે જ રસ્તા પર જેસીબી મશીનની મદદથી હટાવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભારે પવન સાથે વરસ્યો હતો વરસાદ

વલસાડમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મિની વાવાઝોડા જેવા માહોલમાં અનેક જગ્યાએ હોડિંગ તૂટ્યા હતા. વલસાડ રેલવે સ્ટેશન નજીક એક જૂની બિલ્ડિંગનો પતરાનો શેડ તૂટ્યો હતો. રેલવે કોલોની નજીક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી. રાહદારીઓ અને વાહન ચાલકોએ કાટમાળને રસ્તા પરથી દૂર કરવા પ્રયાસ કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મહીસાગરમાં વહેલી સવારથી વરસાદીમાં માહોલ

મહીસાગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. લુણાવાડા, વિરાણીયા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. આગાહીને પગલે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદ પડતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સુરતમા વહેલી સવારથી આજે વરસાદ

સુરતમાં વહેલી સવારથી આજે વરસાદી માહોલ છવાયો હતો. અસહ્ય ગરમીથી લોકોને છુટકારો મળ્યો હતો. વરસાદી માહોલ છવાતા નવરાત્રીના આયોજકો ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા. સમગ્ર સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરોના માર્ગ પર લો વિઝીબિલિટીની અસર જોવા મળી હતી. વાહન ચાલકો હેડલાઈટ ચાલુ કરી વાહનો હંકારી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Surat rain Chhota Udepur rain rainy weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ