VIDEO geeta rabari us toor Dollar rain on Gitaben Rabari in USA
હા મોજ હા... /
VIDEO: USAમાં ગીતાબેન રબારી પર ડોલરોનો વરસાદ, ગુજરાતીઓનું ફેવરિટ ગીત ગાતા જ રમઝટ જામી
Team VTV02:13 PM, 23 Dec 21
| Updated: 07:37 PM, 23 Dec 21
હવે કચ્છની કોયલે અમેરિકામાં પણ પોતાના મધુર સ્વર અને ગીતોથી લોકોના દિલ જીતી લીધા છે.
ચાહકોના દિલો પર રાજ કરનાર ગીતા રબારીને કચ્છની કોયલ તરીકે પણ જાણવામાં આવે છે. હવે આ કચ્છની કોયલે અમેરિકામાં પણ પોતાના મધુર સ્વર અને ગીતોથી લોકોના દિલ જીતી લીધા છે.
જી હાં, ગીતા રબારીએ અમેરિકામાં લાઈવ કોન્સર્ટ કર્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં તેમના ફેન્સ તેમને સાંભળવા માટે ઉમટી પડ્યા હતા.
ગીતા રબારીએ USAના Atlantaમાં લાઈવ કોન્સર્ટ્સ કર્યો. ગીતા રબારીએ પોતોના આ કોન્સર્ટની માહિતી પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એક પોસ્ટમાં પોતાનો ફોટો શેર કરી ને ગીતા રબારીએ કેપ્શનમાં લખ્યું હતું, "Journey is begun ….🇺🇸".
ગીતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કોન્સર્ટ સાથે જોડાયેલા ઘણા પોસ્ટ્સર્સ, વીડિયો અને ફોટો પણ શેર કર્યા છે. જેમાં તે પર્ફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો તેમના આ લાઈવ કોન્સર્ટમાં જોડાયા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ગીતા રબારીએ માત્ર 23 વર્ષની ઉંમરે સંગીતની દુનિયામાં મોટું નામ બનાવ્યું છે. 10 વર્ષની ઉમરમાં તેમણે ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી હતી.
ગીતા રબારીએ પાંચમાં ધોરણથી ગીત ગાવાની શરૂઆત કરી હતી. એક વખત ગીતા રબારીએ શાળામાં તત્કાલિન CM મોદીની હાજરીમાં ગીત ગાયું હતું. ત્યારે નરેન્દ્ર મોદીએ ગીતા રબારીને 250 રૂપિયાનું ઈનામ પણ આપ્યુ હતુ.
ગીતા રબારીએ આજે જે સિદ્ધી મેળવી છે તેના માટે ખૂબ પરિશ્રમ કર્યો છે. શરૂઆતમાં તેઓ ભજન, લોકગીત, સંતવાણી અને ડાયરામાં ગીત ગાતા હતા.
જોકે, ગીતા રબારીને ડિજિટલ મીડિયામાં ગાવાનું ફળ્યું છે અને તેઓ યૂ-ટ્યુબ પર સૌથી પ્રખ્યાત ગુજરાતી ગાયક બન્યા છે. ગીતા રબારીના રોણા શેરમા ગીત યૂટ્યુબ પર 31.5 કરોડથી વધુ વખત જોવાયું છે.