બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / VIDEO: Army truck catches fire, vehicles kept leaving but no one came to help soldiers, retired officer's answer won hearts

VIDEO / આર્મીના ટ્રકમાં લાગી આગ, ગાડીઓ નીકળતી રહી પણ જવાનોની મદદે કોઈ ન આવ્યું, રિટાયર અધિકારીના જવાબે દિલ જીતી લીધા

Pravin Joshi

Last Updated: 03:00 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતાં એક યુઝરે પૂછ્યું કે શું અમે સેનાની મદદ કરવા માટે કંઈ કરી શકતા નથી. તેના જવાબમાંર રિટાયર્ડ આર્મી ઓફિસરે જે કહ્યું છે તે તમારું દિલ જીતી લેશે.

  • સોશિયલ મીડિયા પર યુઝર્સે આર્મીના કાફલાનો વીડિયો પોસ્ટ કર્યો 
  • સૈન્યના જવાનો વાહનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરે છે
  • નવાઈની વાત એ છે કે આ જવાનોની મદદ કરવા માટે કોઈ આવતું નથી

દેશની સરહદોની સુરક્ષામાં લાગેલા ભારતીય સેનાને દેશવાસીઓ પણ ભરપૂર પ્રેમ અને લાગણી આપતા રહે છે. દેશવાસીઓ સોશિયલ મીડિયાથી લઈને સડકો સુધી સેના પ્રત્યે પોતાનું સન્માન બતાવતા રહે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરતી વખતે એક યુઝરે પૂછ્યું કે શું અમે સેનાની મદદ માટે કંઈ કરી શકતા નથી તેના પર રિટાયર્ડ આર્મી ઓફિસરે જે કહ્યું તે તમારું દિલ જીતી લેશે.

આર્મીના કાફલાનો વીડિયો પોસ્ટ કર્યો

વિદિત શર્મા નામના યુઝરે આર્મીના કાફલાનો વીડિયો પોસ્ટ કર્યો હતો.જેમાં આર્મીની ટ્રકમાં આગ લાગી હતી. વીડિયોમાં અનેક વાહનો રોડ પર ફરતા જોવા મળે છે. આ વીડિયોમાં યુઝરે પૂછ્યું, કેમ કોઈ મદદ નથી કરી રહ્યું? આપણા સૈનિકો આપણા દેશ અને તેના લોકોની સુરક્ષા માટે પોતાનો જીવ લગાવે છે, પરંતુ જ્યારે જરૂર હોય ત્યારે તેમની સુરક્ષા કોણ કરે છે? અમારા સૈન્યના જવાનો તેમના વાહનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તે જોવું નિરાશાજનક છે. એક પણ વ્યક્તિ રોકાયો નહીં.

પૂર્વ આર્મી ઓફિસરનો જવાબ દિલ જીતી લેશે

તેના પર ભૂતપૂર્વ આર્મી ઓફિસર અને ચિનાર કોર્પ્સના ભૂતપૂર્વ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કેજેએસ ધિલ્લોન (સેવા નિવૃત્ત) એ જે લખ્યું છે તે તમારું દિલ જીતી લેશે. વીડિયોને રિટ્વીટ કરતા જનરલ ધિલ્લોને કહ્યું કે, પ્રિય દેશવાસીઓનો આભાર. પરંતુ, ચિંતા કરશો નહીં, ભારતીય સેના હજી પણ તમારી હંમેશા, દરેક જગ્યાએ, દરેક સમયે રક્ષણ કરશે. જય હિન્દ. લો. જનરલ કેજેએસ ધિલ્લોન સેનાના નિવૃત્ત અધિકારી છે. તેઓ ચિનાર કોર્પ્સના કમાન્ડર રહી ચૂક્યા છે. જનરલ ધિલ્લોનને ખીણમાં ઓપરેશન મા માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. જનરલ ધિલ્લોન તાજેતરમાં તેમના પુસ્તક 'કિતને ગાઝી આયે કિતને ગયે' માટે ચર્ચામાં આવ્યા હતા. તેમણે ખીણમાં અનેક મહત્વપૂર્ણ આર્મી ઓપરેશનનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે.

વીડિયો પંજાબના હલવાલાનો કહેવામાં આવી રહ્યો છે

વાસ્તવમાં આ વીડિયો પંજાબના હલવાલાનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં સેનાના કવાયત કાફલામાં સામેલ એક ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટના લુધિયાણા-ફિરોઝપુર નેશનલ હાઈવે પર બની હતી. આ અકસ્માતમાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. જો કે ભારે પવનના કારણે ટ્રકમાં રાખેલો સામાન બળી ગયો હતો. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં આર્મીના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ