બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવ-થરાદમાં સામાજિક બંધારણનો પ્રભાવ, લગ્ન પ્રસંગો બન્યા સરળ અને ખુશહાલ

VIDEO / વાવ-થરાદમાં સામાજિક બંધારણનો પ્રભાવ, લગ્ન પ્રસંગો બન્યા સરળ અને ખુશહાલ

Published By: Vishal Khamar

Last Updated: 10:58 PM, 11 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ-થરાદના અરંટગા ગામે લગ્ન પ્રસંગમાં સાંસદ ગેનીબેન ઠાકોરે બંધારણના અમલથી રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે બંધારણ બન્યા પહેલાં સમાજના લોકોને લગ્ન પ્રસંગમાં મુશ્કેલી થતી હતી. પરંતુ હવે સાદગીપૂર્ણ પ્રસંગોથી ખર્ચ પર અંકુશ આવ્યો છે.

વાવ તાલુકાના અરંટવા ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ગેનીબેન ઠાકોર એ ઠાકોર સમાજના બંધારણ અને સમાજ સુધાર માટે કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “ઠાકોર સમાજે બનાવેલા બંધારણનો આજે ઠેર ઠેર અમલ થઈ રહ્યો છે, જે સમાજ માટે ગૌરવની બાબત છે.” તેમણે ઉમેર્યું કે, બંધારણ બન્યા પહેલાં લગ્ન પ્રસંગોમાં અનાવશ્યક ખર્ચા, જમીનના ટુકડા મૂકવાની પ્રથા અને દેખાવનો માહોલ જોવા મળતો હતો, પરંતુ હવે સાદગીપૂર્ણ લગ્ન પ્રસંગોથી ખર્ચાઓ પર નોંધપાત્ર અંકુશ આવ્યો છે.

તેમણે કહ્યું કે, સમાજમાં લાવવામાં આવેલા નિયમોના કારણે લગ્ન પ્રસંગોમાં દારૂ જેવી બદીમાં ઘટાડો થયો છે અને દારૂડિયા લોકો જોવા મળતા નથી. ઉપરાંત, DJ બંધ કરવાની પરંપરાથી બહેન-દીકરીઓ અને વહુવારીઓ સંબંધિત અનેક પ્રશ્નોમાં પણ નિયંત્રણ આવ્યું હોવાનું તેમણે જણાવ્યું.

ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું કે, “ઠાકોર સમાજના બંધારણથી પ્રેરાઈ અન્ય સમાજોએ પણ સારા અને સંસ્કારપૂર્ણ બંધારણો બનાવવાની શરૂઆત કરી છે, જે સમગ્ર સમાજ માટે સકારાત્મક પરિવર્તન છે.”

આ પણ વાંચોઃ પ્રેમમાં નાસીપાસ યુવકનો આપઘાતનો પ્રયાસ, દોરી તૂટી જતાં નીચે પટકાયો યુવક

કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ એકતા, શિક્ષણ અને સામાજિક સુધાર માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અરંટવા ગામનો આ પ્રસંગ સમાજમાં સાદગી, સંસ્કાર અને સુવ્યવસ્થિત પરંપરાનો ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha news Banaskantha Geniben Thakor

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ