બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રેમમાં નાસીપાસ યુવકનો આપઘાતનો પ્રયાસ, દોરી તૂટી જતાં નીચે પટકાયો યુવક
Last Updated: 10:19 PM, 11 May 2026
પ્રેમ સંબંધમાં નિષ્ફળતા મળતા એક યુવકે પાવાગઢના જંગલ વિસ્તારમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સમયસર પોલીસની કાર્યવાહી અને સમજદારીના કારણે યુવકનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.
ADVERTISEMENT
આપઘાત કરનાર યુવક હાલોલના શિવરાજપુરનો વતની
મળતી માહિતી મુજબ, આપઘાતનો પ્રયાસ કરનાર યુવક હાલોલ તાલુકાના શિવરાજપુર ગામનો રહેવાસી છે. યુવતીએ પ્રેમ સંબંધ સ્વીકારવાનો ઇનકાર કરતા યુવક માનસિક રીતે વ્યથિત થઈ ગયો હતો અને આત્યંતિક પગલું ભરવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT

યુવકે આપઘાત પ્રયાસ પહેલા 112 નંબર પર કરી હતી જાણ
ADVERTISEMENT
ઘટના પહેલા યુવકે 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર ફોન કરીને પોતાની સ્થિતિ અંગે જાણ કરી હતી. જાણ મળતાં જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને યુવકને શોધવા માટે પાવાગઢના જંગલ વિસ્તારમાં પહોંચી હતી.

ADVERTISEMENT
પોલીસ યુવકને આપઘાત કરતા બચાવે માટે વાપરી યુક્તિ પ્રયુક્તિ
પોલીસે યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન યુવકે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરંતુ પોલીસે તાત્કાલિક યુક્તિપૂર્વક કાર્યવાહી કરતા દોરી તૂટી ગઈ હતી. દોરી તૂટતાં યુવક જમીન પર પટકાયો હતો. જેના કારણે તેને ઇજા પહોંચી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'સુજલામ-સુફલામ'ના નામે લાખોનું માટી કૌભાંડ! ખેડાનું ડડુસર ગામ વિવાદમાં
ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો
ADVERTISEMENT
ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોમાં આ બનાવને લઈ ચકચાર મચી જવા પામી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.